________________
સ્વાધ્યાય સંચય : ૩૯૩
મોહે લાગી લટક ગુરુ-ચરનન કી. ચરન બિના મુઝે કુછ નહિ ભાવે, જૂઠી માયા સબ સપનન કી. ભવસાગર સબ સૂખ ગયા હૈ, ફિકર નહીં મોહે સરનન કી. મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, ઊલટ ભઈ મોરે નયનન કી.
–– –– જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું, મારો હંસલો નાનો ને, દેવળ જૂનું તો થયું (ધ્રુવ) આ રે કાયા રે હંસા, ડોલવાને લાગી રે; પડી ગયા દાંત, માંયલી રેખું તો રહી. મારો ૦ તારે ને મારે હંસા પ્રીત્યું બંધાણી રે; ઊડી ગયો હંસ, પિંજર પડી રે રહ્યું. મારો ૦ બાઈ મીરાં કે પ્રભુ, ગિરિધરના ગુણ; પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં મારો ૦
– – તો પીધાં છે જાણી જાણી, મેવાડા રાણા!
ઝેર તો પીધાં છે જાણી જાણી. મેવાડા ૦ કોયલ ને કાગ રાણા! એક જ વર્ણા રે;
કડવી લાગે છે કાગવાણી. મેવાડા ૦ ઝેરના કટોરા જ્યારે રાણાજી મોકલે રે,
તેનાં બનાવ્યાં દૂધપાણી. મેવાડા ૦ સાધુનો સંગ મીરાં છોડી દિયો રે;
તમને ગણીશું પટરાણી. મેવાડા ૦ બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ,
મને રે મળ્યા સારંગપાણી. મેવાડા ૦
X પાઠાંતર : આસ વહી ગુરુસરનન કી. ૧૪ સ્વાધ્યાય સંચય