________________
સ્વાધ્યાય સંચય : ૩૮૯
અબ તો બાત ફૈલ ગઈ, જાણે સબ કોઈ,
દાસી મીરાં લાલ ગિરિધર, હોની હો સો હોઈ.
અબ ૦
ઘેલાં અમે ભલે થયાં રે, બાઈ મેરા ઘેલામાં ગુણ લાવ્યો. (ટેક) આટલા દિવસ હરિ જાણ્યા વિનાનું, મન માયામાં બાંધ્યું; ભવસાગરમાં ભૂલાં પડ્યાં ત્યારે, મારગ મળિયા સાધુ. ઘેલાં ૦ ઘેલાં તો અમે હરિનાં ઘેલાં, નિર્ગુણ કીધાં નાથ; પૂર્વ જન્મની પ્રીત હતી, ત્યારે હરિએ ઝાલ્યાં હાથે. ઘેલાં છે ઘેલાની વાતો ઘેલાં જાણે, તે દુનિયા શું જાણે? જે રસ તો દેવતાને દુર્લભ, તે રસ ઘેલાં માણે. ઘેલાં ૦ ઘેલાં મટી અમે ડાહ્યાં ન થઈએ, ને સંતનાં શરણાં લીધાં; બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, કારજ સઘળાં સીધ્યાં. ઘેલાં ૦
કરના ફકીરી તબ ક્યા દિલગીરી?
સદા મગન મેં રહેના જી. (ટેક) કોઈ દિન ગાડી ને કોઈ દિન બંગલા,
કોઈ દિન જંગલ બસના જી. કરના ૦ કોઈ દિન હસ્તી ને કોઈ દિન ઘોડા,
કોઈ દિન પાઉં ચલના જી. કરના ૦ કોઈ દિન ખાજાં ને કોઈ દિન લાડું,
કોઈ દિન ફાકમફાકા જી. કરના ૦ કોઈ દિન ઢોલિયા, કોઈ દિન તલાઈ,
કોઈ દિન ભોંય પે લોટના જી. કરનારા મીરાં કે પ્રભુ ગિરધરના ગુણ,
કછુ આંચ પડે તો સહના જી. કરના ૦