________________
સ્વાધ્યાય સંચય : ૩૭૩
ચોવીશમાં જિનેશ્વરુ ને, મુક્તિતણા દાતાર રે, કર જોડી કવિ એમ ભણે, પ્રભુ! દુનિયા ફેરો ટાળ. પ્રભુ ૦ ૫
શ્રીમદ્ દેવચંદ્રજીકૃત
સમવસરણનું સ્તવન આજ ગઈ'તી હું સમવસરણમાં, જિન વચનામૃત પીવા રે; શ્રી પરમેશ્વર વદનકમલ છબી, નિરખ નિરખ હરખેવા રે.આજ ૦ ૧ તિન ભુવનનાયક શુદ્ધાતમ, તસ્વામૃતરસ વધુ રે; સકલ ભવિક વસુધાની લાણી, મારું મન પણ તુઠું રે.આજ ૦ ૨ મનમોહન જિનવરજી મુજને, અનુભવ પિયાલો દીધો રે; પૂરણાનંદ અક્ષય અવિચલરસ, ભક્તિ પવિત્ર થઈ પીધો રે.આજ ૦ ૩ જ્ઞાનસુધા લાલીની લહેરે, અનાદિ વિભાવ વિસાય રે સમ્યજ્ઞાન સહજ અનુભવરસ, શુચિ નિજ બોધ સમાય રે.આજ ૦ ૪ ભોળી સખીઓ એમ શું જોવો, મોહ મગન મત રાચો રે, દેવચંદ્ર પ્રભુશું એકતાને, મિલવો તે સુખ સાચો રે.આજ ૫
શ્રી શાંતિનાથનો છંદ સુણો શાંતિ આણંદ સોભાગી, હું તો થયો છું તુમ ગુણરાગી, તમે નિરાગી ભગવંત, જોતાં કિમ પડશે તંત. || ૧ || હું તો ક્રોધ-કષાયે ભરિયો, તું તો સમતારસનો દરિયો, હું તો અજ્ઞાને આવરિયો, તું તો કેવળ કમળાવરિયો. || ૨ || હું તો વિષયસુખનો આસો, તે તો વિષય કીધા નિરાસી, હું તો કરમ ના ભારે ભરિયો, તુમે સર્વથા દૂર કરિયો. || ૩ |