________________
૩૫૪ : સ્વાધ્યાય સંચય
પીઠબંધ ઇહાં કીધો સમકિત વજનો રે,
કાઢયો કાઢયો કચરો ને ભ્રાંતિ રે, ઇહાં અતિ ઊંચા સોહે ચારિત્ર ચંદ્રઆ રે,
રૂડી રૂડી સંવર ભીત્તિ રે. ૬૦ ૨ કર્મ વિવર ગોખે ઇહાં મોતી ઝમણાં રે,
ઝૂલઈ ઝૂલઈ ધીગુણ આઠ રે, બાર ભાવના પંચાલી અચરજ કરે રે,
કોરિ કોરિ કોરણિ કાઠ રે. ૬૦ ૩ ઇહાં આવી સમતા રાણીશું પ્રભુ રમો રે,
સારી સારી સ્થિરતા સેજ રે, કિમ જઈ શકશો એક વાર જો આવશો રે,
રંભ્યા રંજા હિયડાની હેજ રે. ૬૦ ૪ વયણ અરજ સુણી પ્રભુ મનમંદિર આવિયા રે,
આપે તૂઠા તૂઠા ત્રિભુવન ભાણ રે; શ્રી નય વિજય વિબુધ પય સેવક એમ ભણે રે,
તેણી પામ્યા પામ્યા કોડી કલ્યાણ રે. ૬૦ ૫
શ્રી યશોવિજ્યજી કૃત
(૧) શ્રી ઋષભ જિન સ્તવન ઋષભ જિનરાજ મુજ આજ દિન અતિ ભલો;
ગુણ નીલો જેણે તું નયણ દીઠો; દુ:ખ ટળ્યાં સુખ મિલ્યાં, સ્વામિ! તું નિરખતાં,
સુકૃત સંચય સુવો, પાપ નીઠો. ઋ૦ ૧
૧. નાશ થયાં.