________________
૩૪૦ : સ્વાધ્યાય સંચય
(૧૪) શ્રી અનંત જિન સ્તવન શ્રી અનંત જિન સેવિયે રે લાલ, મોહનવલ્લીકંદ મનમોહના, જો સેવ્યો શિવ સુખ દિયે રે લાલ, કાલે ભવભય ફંદ. મ૦ શ્રી - ૧ મુખ મટકે જગ મોહિયો રે લાલ, રૂપરંગ અતિ ચંગ; મ0 લોચન અતિ અણિયાલડાં રે લાલ, વાણી ગંગતરંગ. મ. શ્રી - ૨ ગુણ સઘળા અંગે વસ્યા રે લાલ, દોષ ગયા સવિ દૂર; મ વાચક યશ કહે સુખ લહું રે લાલ, દેખી પ્રભુ મુખનૂર. મ ૦ થી ૦ ૩
(૧૪) શ્રી શિવગતિ જિન સ્તવન શિવગતિ જિનવરદેવ,સેવા આ દોહિલી, હો લાલ સે૦ પરપરિણતિ પરિત્યાગ, કરે તસુ સોહિલી; હો લાલ કે - આશ્રવ સર્વ નિવારી, જેહ સંવર ધરે, હો લાલ જે. જે જિન આણા લીન, પીન સેવન કરે. હો લાલ પી. ૧ વીતરાગ ગુણરાગ, ભક્તિ રુચિ નૈગમે, હો લાલ ભ૦ યથા પ્રવૃત્તિ ભવ્યજીવ, નયસંગ્રહ રમે; હો લાલ ન ૦ અમૃતક્રિયા વિધિયુક્ત, વચન આચારથી, હો લાલ વ. મોક્ષાર્થી જિનભક્તિ કરે, વ્યવહારથી. હો લાલ. ક. ૨ ગુણ પ્રાભાવી કાર્ય-તણે કારણપણે, હો લાલ તo રત્નત્રયી પરિણામ તે, ઋજુસૂત્રે ભાણે; હો લાલ ઋ૦ જે ગુણ પ્રગટ થયો, નિજ નિજ કાર્ય કરે, હો લાલ નિ ૦ સાધક ભાવે યુક્ત, શબ્દનયે તે ધરે. હો લાલ શ ૦ ૩ પોતે ગુણપર્યાય, પ્રગટપણે કાર્યતા, હો લાલ પ્ર. ઉણે થાઓ જાવ, તાવ સમભિરૂઢતા; હો લાલ તા ૦ સંપૂરણ નિજ ભાવ, સ્વકાર્ય કીજતે, હો લાલ સ્વ. શુદ્ધાત્તમ નિજરૂપ, તેણે રસ લીજતે. હો લાલ ત ૦ ૪