________________
સ્વાધ્યાય સંચય : ૩૧૯
ગુણગુણ પ્રતિ પર્યાય અનંતા, તે અભિલાખ સ્વતંતા; અનંતગુણાનભિલાપિ સંતા, કાર્ય વ્યાપાર કરંતા. મો. ૩ છતિ અવિભાગી પર્યાયવ્યકતે, કારજ શક્તિ પ્રવર્તે, તે વિશેષ સામર્થ્ય પ્રશો, ગુણ પરિણામ અભિવ્યક્ત. મો ૪ નિર્વાણી પ્રભુ શુદ્ધ સ્વભાવી, અભય નિરાયુ અપાવી; સ્યાદ્રાદિ યમનીગતરાવી, પૂરણ શક્તિ પ્રભાવી. મો - ૫ અચલ અખંડ સ્વગુણ આરામી, અનંતાનંદ વિસરામી; સકલ જીવ ખેદજ્ઞ સુસ્વામી, નિરામગંધી અકામી. મો - ૬ નિસંગી સેવનથી પ્રગટે, પૂર્ણાનંદી ઇહા; સાધન શકો ગુણ એકત્વે, સીઝે સાધ્ય સમીહા. મો. ૭ પુષ્ટ નિમિત્તાલંબન ધ્યાને, સ્વાલંબન લય ઠાને; દેવચંદ્ર ગુણને એક તાને પહોંચે પૂરણ થાને. મો ૦ ૮
(૩) શ્રી બાહુ જિન સ્તવન બાહુજિણંદ દયામયી, વર્તમાન ભગવાન, પ્રભુજી, મહાવિદેહે વિચરતા, કેવલ જ્ઞાન નિધાન. પ્ર. બા - ૧ દ્રવ્યથકી છે કાયને, ન હણે જેહ લગાર, પ્ર. ભાવદયા પરિણામનો, એહી જ છે વ્યવહાર. પ્ર. બા ૦ ૨ રૂપ અનુત્તર દેવથી, અનંત ગુણ અભિરામ, પ્ર. જોતાં પણ જગજંતુને, ન વધે વિષે વિરામ. પ્ર. બા. ૩ કર્મઉદય જિનરાજનો, ભવિજન ધર્મ સહાય, પ્ર. નામાદિ સંભારતાં મિથ્યા દોષ વિલાય. પ્ર. બા ૦ ૪ આતમ ગુણ અવિરાધના, ભાયદયા ભંડાર, પ્ર. ક્ષાયિક ગુણ પર્યાય મેં, નવિ પર ધર્મ પ્રચાર. પ્ર. બા ૫