________________
૩૧૨ : સ્વાધ્યાય સંચય
છઉમથ વીર્ય લેગ્યા સંગે, અભિસંધિજ મતિ અંગે રે, સૂક્ષ્મ સ્થૂલ ક્રિયાને રંગે, યોગી થયો ઉમંગે રે. વ ૨ અસંખ્ય પ્રદેશે વીર્ય અસંખે, યોગ અસંખિત કંખે રે, પુદ્ગલ ગણ તેણે લે સુવિશેષે, યથાશક્તિ મતિ લેખે રે. ૦ ૩ ઉત્કૃષ્ટ વીર્યનિવેસે, યોગ ક્રિયા નવિ પેસે રે, યોગ તણી ધ્રુવતાને લેશે, આતમશક્તિ ન બેસે રે. વ. ૪ કામ વીર્ય વશે જેમ ભોગી, તેમ આતમ થયો ભોગી રે; શૂરપણે. આતમ ઉપયોગી, થાય તેણે અયોગી રે. ૫ વીરપણું તે આતમ ઠાણે, જાણું તુમચી વાણે રે, ધ્યાન વિજ્ઞાણે શક્તિ પ્રમાણે નિજધુવપદ પહિચાણે રે. વી. આલંબન સાધન જે ત્યાગે, પર પરિણતિને ભાગે રે, અક્ષય દર્શન જ્ઞાન વૈરાગે, આનંદઘન પ્રભુ જાગે રે. વી - 2
––
[૨] ચરમજિણેસર વિગત સ્વરૂપનું રે, ભાવું કેમ સ્વરૂપ; સાકારી વિણ ધ્યાન ન સંભવે રે, એ અવિકાર અરૂપ. ચરમ - ૯ આપ સ્વરૂપે આતમમાં રમે રે, તેહના ધુર બે ભેદ, અસંખ્ય ઉોસે સાકારી પદે રે, નિરાકારી નિરભેદ. ચરમ - ૨ સૂખમનામ કરમ નિરાકાર જે રે, તેહ ભેદ નહીં અંત; નિરાકાર જે નિરગતિ કર્મથી રે, તેહ અભેદ અનંત. ચરમ૦ ૩ રૂપ નહીં કંઈયે બંધન ઘટયું રે, બંધન મોક્ષ ન કોય; બંધ મોક્ષ વિણસાદિ અનંતનું રે, ભંગ સંગ કેમ હોય? ચરમ૦ ૪ દ્રવ્ય વિના તેમ સત્તા નવિ લહે રે, સત્તા વિણશો રૂપ; રૂપ વિના કેમ સિદ્ધ અનંતતા રે, ભાવું અકલ સ્વરૂપ. ચરમ - ૫