________________
૨૮૨ : સ્વાધ્યાય સંચય
પંદરમા શ્રી ધર્મનાથ સ્વામી
(૧) શ્રી આનંદઘનજીકૃત સ્તવન ધર્મ જિનેસર ગાઉ રંગશું, ભંગ મ પડશો હો પ્રીત; જિનેસર બીજો મન મંદિર આણું નહીં, એ અમ કુલવટ રીત. જિ. ધ ૧ ધરમ કરમ કરતો જગ સહુ ફિરે, ધરમ ન જાણે હો મર્મ; જિં ધરમ જિનેસર ચરણ ગ્રહ્યા પછી, કોઈ ન બાંધે તો કર્મ. જિ. ધ૦ ૨ પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે દેખે પરમ નિધાન; જિ
બ્દય નયણ નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન. જિ. ધ૦ ૩ દોડતા દોડતા દોડતા દોડિયો, જેતી મનની રે દોડ, જિ. પ્રેમ પ્રતીત વિચારો ટુંકડી, ગુરુગમ લેજો રે જોડ. જિ. ધ ૦ ૪ એકપખી કેમ પ્રીતિ વરે પડે, ઉભય મિલ્યા હુએ સંધિ, જિ હું રાગી હું મોહે ફંદિયો, તું નિરાગી નિરબંધ. જિ. ધ૦ ૫ પરમ નિધાન પ્રગટ મુખ આગળ જગત ઉલ્લંઘી હો જાય, જિ.
જ્યોતિ વિના જુઓ જગદીશની, અંધોઅંધ પલાય જિ. ધ૦ ૬ નિર્મલ ગુણ મણિ રોહણ ભૂધરા, મુનિજન માનસહંસ; જિ ધન્ય તે નગરી ધન્ય વેલા ઘડી, માતાપિતા કુલ વંશ. જિ. ધ૦ ૭ મન મધુકર વર કર જોડી કહે, પદકજ' નિફ્ટ નિવાસ, જિ. ઘનનામી આનંદઘન સાંભળો, એ સેવક અરદાસ. જિ . ધ૦ ૮
(૨) શ્રી દેવચંદ્રજીકૃત સ્તવન ધર્મ જગનાથનો ધર્મ શુચિ ગાઈએ,
આપણો આતમા તેહવો ભાવિયે; જાતિ જસુ એકતા તેહ પલટે નહીં,
શુદ્ધ ગુણ પજવા વસ્તુ સત્તામયી. ૧ ૧. કમળ