________________
સ્વાધ્યાય સંચય : ૨૬૫
નવમા શ્રી સુવિધિનાથ સ્વામી
(૧) શ્રી આનંદઘનજીકૃત સ્તવન. સુવિધિ જિસેસર પાય નમીને, શુભ કરણી એમ કીજે રે, અતિ ઘણો ઊલટ અંગ ધરીને, પ્રહ ઊઠી પૂજીજે રે. સુવિધિ ૦ ૧ દ્રવ્ય ભાવ શુચિ ભાવ ધરીને, હરખે દેહ રે જઈએ રે; દઈ તિગ પણ અહિગભ સાચવતાં, એકમના ધુરિ થઈએ રે. સુ ૦ ૧ કુસુમ હવણ વર વાસ સુગંધો, ધૂપ દીપ મન સાખી રે; અંગ પૂજા પણ ભેદ સુણી એમ, ગુરુમુખ આગમ ભાખી રે. સુ - ૩
હનું ફલ દોય ભેદ સુણી, અનંતર ને પરંપર રે; આણાપાલણ ચિત્તપ્રસન્ની, મુગતિ સુગતિ સુર મંદિર રે. સુ - ૪ ફૂલ અક્ષત વર ધૂપ પાવો ગંધ નૈવેદ્ય ફલ જલ ભરી રે; અંગ અગ્ર પૂજા મળી અડવિધ, ભાભવિક શુભ ગતિવારી રે. સુ. ૫ સત્તર ભેદ એકવીસ પ્રકારે, અઠ્ઠોત્તર શત ભેદ રે ભાવ પૂજા બહુવિધિ નિરધારી, દોહગ દુર્ગતિ છેદે રે. સુ - ૬ તુરિય ભેદ પડિવત્તિ પૂજા, ઉપશમ ખીણ સયોગી રે; ચઉહા પૂજા ઈમ ઉત્તરઝયણે, ભાખી કેવલ ભોગી રે. એમ પૂજા બહુભેદ સુણીને, સુખદાયક શુભ કરણી રે; ભવિક જીવ કરશે તે લેશે, આનંદઘનપદ ધરણી રે. સુ ૮
૧. અષ્ટોત્તરી-૧૦૮ પ્રકારી, ૨. ચોથો. ૩. પ્રતિપત્તિ, અંગીકાર. ૪. ઉત્તરાધ્યયનસૂત્રમાં. ૧૦ સ્વાધ્યાય સંચય