________________
૨૬૦: સ્વાધ્યાય સંચય
છઠ્ઠા શ્રી પદ્મપ્રભ સ્વામી
(૧) શ્રી આનંદઘનજીકૃત સ્તવન પદ્મપ્રભ જિન, તુજ-મુજ આંતરુ રે, કિમ ભાંજે ભગવંત? કર્મ વિપાકે હો કારણ જોઈને રે, કોઈ કહે મતિમંત. પદ્મપ્રભ ૦૧ પથઈ ઠિઈ આJભાગ પ્રદેશથી રે, મૂલ ઉત્તર બહુ ભેદ; ઘાતી અઘાતી હો બંધોદય ઉદીરણા રે, સત્તાકર્મ વિચ્છેદ. પદ્મપ્રભ ૦૨ કનકોલિવત્ પયડિ પુરુષ તણી રે, જોડી અનાદિ સ્વભાવ અન્ય સંજોગી જિહાં લગે આતમા રે, સંસારી કહેવાય. પદ્મપ્રભ ૦૩ કારણજોગે હો બંધે બંધને રે, કારણ મુક્તિ મુકાય; આશ્રવ સંવર નામ અનુક્રમે રે, હેય ઉપાદેય સુણાય. પદ્મપ્રભ ૦૪ મુંજન કરણે હો અંતર તુજ પડયો રે, ગુણ કરણે કરી ભંગ; ગ્રંથ ઉકતે કરી પંડિતજન કહ્યા રે, અંતર ભંગ સુસંગ. પદ્મપ્રભુ ૫ તુજ મુજ અંતર અંતર ભાંજશે રે, વાજશે, મંગલ તૂર; જીવસરોવર અતિશય વધશે રે, આનંદઘનરસપૂર. પદ્મપ્રભ ૦૬
(૨) શ્રી દેવચંદ્રજીકૃત સ્તવન શ્રી પદ્મપ્રભ જિન ગુણનિધિ રે, લાલ, જગતારક જગદીશ રે વાલ્વેસર જિન-ઉપગાર થકી લહે રે લાલ, ભવિજન સિદ્ધિ જગીશ રે, વા ૦૧ તુજ દરિશણ મુજ વાલહું રે લાલ, દરિશણ શુદ્ધ પવિત્તરે વાવ દરિશણ શબ્દનયે કરે રે લાલ, સંગ્રહ એવંભૂત રે, વા ૦ ૮ ૦૨ બીજે વૃક્ષઅનંતતા રે લાલ, પસરે ભૂજયોગ રે વાવ તિમ મુજ આતમસંપદા રે લાલ, પ્રગટે પ્રભુ સંયોગ રે. વા તુ ૦૩ જગતજંતુ કારજ રુચિ રે લોલ, સાધે ઉદયે ભાણ રે, વા. ચિદાનંદ સુવિલાસતા રે લાલ, વાધે જિનવર ઝાણ રે. વા તુ ૦૪ ૧. પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ. ૨. કર્મપ્રકૃતિ અને જીવ