________________
૨૫૮ : સ્વાધ્યાય સંચય
આતમબુદ્ધે હો કાયાદિક રહ્યો,
બહિરાતમ અઘરૂપ, સુજ્ઞાની; કાયાદિકનો હો સાખીધર રહ્યો,
અંતર આતમરૂપ. સુ સુમતિ ૦ ૩ જ્ઞાનાનંદે હો પૂરણ પાવનો
વજિત સકળ ઉબાધિ, સુજ્ઞાની; અતદ્રિય
ગુણગણમણિઆગરુ, એમ પરમાતમ સાધ. સુ . સુમતિ ૦ ૪ બહિરાતમ તજી અંતર આતમા–
રૂપ થઈ થિર ભાવ, સુજ્ઞાની; પરમાતમનું હો આતમ ભાવવું,
આતમઅર્પણ દાવ. સુ . સુમતિ ૦ ૫ આતમ-અર્પણ વસ્તુ વિચારતાં,
ભરમ ટળે મતિદોષ, સુજ્ઞાની; પરમ પદારથ સંપત્તિ સંપજે,
આનંદઘન રસ પોષ, સુ . સુમતિ - ૬
(૨) શ્રી યશોવિજયજીકૃત સ્તવન સુમતિનાથ ગુણશું મિલીજી, વાધે મુજ મન પ્રીતિ, તેલબિંદુ જિમ વિસ્તરેજી, જલમાંહે ભલી રીતિ;
- સોભાગી જિનશું લાગ્યો અવિહડ રંગ.૧ સજજનશું છે પ્રીતડીજી, છાની તે ન રખાય, પરિમલ કસ્તુરી તણોજી, મહીમાંહે મહકાય. સોભાગી ૦૨ આંગળી નવિ મેરું ઢંકાયે, છાબડિયે રવિ તેજ, અંજલિમાં જિમ ગંગ ન માયે, મુજ મનતિમ પ્રભુહેજ. સોભાગી ૦૩