________________
૨૧૦ : સ્વાધ્યાય સંચય
સુણવા યોગ્ય સુસંતની, વાણી ધરી નહિ કાન. સમરવા યોગ્ય સુમંત્રનું રહ્યું નહિ જો ભાન. કરવા યોગ્ય સુકાર્યમાં, નહિ પાથર્યા પ્રાણ. સુંદર ધરી નરદેહ તો, શું સાધ્યું કલ્યાણ? સંતશિરોમણિ સદ્ગુરુ કૃપાળુ દીનદયાળ, વંદું વળી વળી ભાવથી કરી અંજલી નિજ ભાવ.
ઝુકાવ્યું ભક્તિમાં જેણે, દુઃખો કાણાં બધાં તેણે, કૃપાળુની કૃપા સાચી, ગણે તે ધન્ય અયાચી; ભલે આવો દુ:ખો ભારે પ્રસાદી તેની વિચારે, જવાનું તે જશે હું-તો-અમર આત્મા સદા છું જે, મળે પદ જો અવિનાશી જવા દઉં સર્વ વિનાશી, નથી કંઈ ઇચ્છવું મારે, કૃપાળુની કૃપા તારે ડરાવે બાલને કોઈ જતો માની કને રોઈ, મળે ત્યાં માર તોયે તે તજે ના માતને કદીયે.
આજ ગુરુરાજને ગાઈએ ગૌરવ, ચિત્ત ચોખ્ખું કરી ભક્તિભાવે, જન્મ કોટીતણા પાપના પુજને, પુણ્યરૂપે ગુરુ પરિણમાવે; કોઈ કાળે નહીં જોગ આવો જડ્યો, કંઈક કાચું રહ્યું એ જ સાચું, સાચને શોધતા શિષ્યનું દિલ તો, સાચને કાજ જો નિત્ય રાખું. ૧ સાચ પ્રગટાવનારા ગુરુ ના મળ્યા, શિષનું ચિત્ત કાં કાંઈ થાક્યું, સિંહસમ સદ્ગુરુ શૂરવીર વિરલા, ભેટતાં ભાગ્ય ભૂંડુંય ભાગ્યું; પૂર્વના પુણ્યનું પ્રબળ બળ જામતાં, શ્રવણ સદ્ગુરુની વાણી સુણે, સુણી કુણી લાગણી બોધથી થાય, ને મોક્ષ માટે સદોદિત ધૂણે. ૨