________________
સ્વાધ્યાય સંચય : ૨૦૫
પરમ કૃપાળુની પ્રીતિ રીતિ મનમાં ધરે, એક નિષ્ઠાએ વર્તે સદ્ગુરુ સંગ જો; પુરુષોત્તમને નથી કોઈ પર પોતાતાણું, પૂરણકામ ન રાચે કેને રંગ જો. – શ્રીમદ્ ૮ કરુણાનિધિમાં કામાદિક વ્યાપે નહિ, ઈર્ષા માન તણો નહિ અંતર લેશ જો; કડવાં વેણ કહી પોતાના દાસને, ઔષધ સમ આપે ઉત્તમ ઉપદેશ જો. – શ્રીમદ્ ૦ ૯ જે જે વચનામૃત શ્રી સદ્ગુરુ રાજનાં, સુખ ઊપજે તેમ કરવો શુદ્ધ વિચાર જો; અનેકાંતે એકાંત સદા સુખદાયી છે, એવું જાણી ધરજો પૂરણ ખાર જો. – શ્રીમદ્ ૦ ૧૦ સુખસાગર શુદ્ધ ચૈતન્ય સંગ સુખ માનજો,* અતિઘણી મહેર કરી છે શ્રી ગુરુરાજ જો; સત્ય પુરુષ સાથે સાચું સગપણ થયું, આપણ તુલ્ય નહિ કોઈ બીજું આજ જો. – શ્રીમદ્ ૦ ૧૧ રવિ મંડળમાં રાત્રિનું દુ:ખ ના નડે, પારસ પામે ધન-દુર્બળતા જાય જો; તેમ પ્રગટ પુરુષોત્તમને જે જે મળે, તેનો મહિમા ભવ બ્રહ્માદિક ગાય જો. -શ્રીમદ્ ૦ ૧૨ તન અભિમાન ટળે પૂરણ સુખ સંપજે, સદ્ગુરુ સ્વરૂપશું વાધે સાચી પ્રીત જો; રત્નત્રય છે મર્મ ઘણો આ વાતમાં, સમજી શમાજો અતિ ઉત્તમ રસ રીત જો. -શ્રીમદ્ ૦ ૧૩