________________
સ્વાધ્યાય સંચય : ૨૦૩
મારે માથે રાજ ધણી રૂડો, પહેર્યો અખંડ આનંદનો ચૂડો; આજે પ્યાલો પ્રેમ તણો પીધો, સદ્ગુરુજીએ કૃપા કરી દીધો.
| મુક્તિનો મારગ બતલાવ્યો સીધો. મારે ૦ ૧ શરણ ઓથે ગુરુવર છોબેલી, ચાલુ સંગે મર્યાદા મેલી;
મગનમદ થઈ છું રંગરેલી. મારે ૦ ૨ સમરથ શિર સદ્ગુરુજી ગાજે ડરતી નથી કોઈની ધરી લાજે;
રાજેશ્વર છો સદા શિરતાજે. મારે ૦ ૩ રહીએ રે એક ગુરુવરના થઈને, મહેણાં દે છે લોક મોઢે કહીને;
છેડો નાખ્યો સાથે નિર્લજ થઈને. મારે ૦ ૪ ગજ શિર અસવારી કરશે, શંકા શીદ લોક તણી ધરશે?
કેડે શ્વાન ભસી ભસી મરશે. મારે. ૫ તન મન ધન સોંપ્યું તમોને જાણી, સુરતી નાથ નિરખી હું લોભાણી,
મહા પદ લેવું મારે માણી. મારે ૦ ૬ હવે તે મન ડગમગ કેમ કરીએ? હવે પાછાં પગલાં કેમ ભરીએ?
આવીને નિર્ભય નિશાને ઠરીએ. મારે ૦ ૭ શ્રી સહજાત્મસ્વરૂપી સુખધામ; શુદ્ધ ચૈતન્યસ્વામી નિષ્કામ;
બીજા કોઈનું મારે નથી કામ. મારે ૮ રણછોડો શ્રીમદ્ગદિર શ્યામ રત્નત્રય આશા વિશ્રામ;
પ્રગટ પુરુષોત્તમને પ્રણામ. મારે ૦ ૯
– – –
શ્રીમદ્ સદ્ગુરુ, સેવા સેવ્ય બુદ્ધિ કરી; સેવા ભાવે, સેવા અગમ અપાર જો; વિત્તજા, તનુજા, માનસી, આજ્ઞા આખરે, સેવ્ય સેવવા સેવા ચાર પ્રકાર જો. -શ્રીમદ્ ૦ ૧