________________
સ્વાધ્યાય સંચય : ૨૦૧
દેખું રાજ નિમગ્ન આત્મસ્વરૂપે, સત્ક્રાંતિમાં રાજતા, ટાળી ભ્રાન્તિ અનાદિ આત્મિક સુખે, અત્યંત વિરાજતા; રોકું વૃત્તિ અતિ જતી વિષયમાં, રોકું વિકલ્પાવલી,
ત્યાં સહજાત્મ પ્રકાશ જ્યોતિ ઝળકે, ઊર્મિ ઉરે ઉ જ્વલી. ૪ વૃત્તિ સ્થિર થતાં પ્રભુ સ્વરૂપમાં, તાત્વિક દૃષ્ટિ લસે, શાંતિ શીતળતા સુધારસ નિધિ, હેજે ઉરે ઉલ્લસે; શ્રી સહજાસ્મતણો અચિંત્ય મહિમા, દષ્ટિ પંથે જ્યાં વસે, ભાસે તુચ્છ ત્રિલોક, વૃત્તિ વિરમે, સ્વાત્મસ્થતા વિલશે. ૫
આત્મા આત્મસ્વરૂપમાં રમી રહે, ના અન્ય ભાવે ભમે, તે માટે ગુરુરાજનું શરણ હો, અત્યંત નિશ્ચલ ક્રમે; ભક્તિ હે ભગવંત! આપ પદની, આ રંકને હો સદા,
આવા આ કળિકાળમાં પરમ એ, આધાર હો સર્વદા. ૬ બાવું ધ્યાન સદાય આપ પદનું, ચિત્તો વસો સર્વદા, ભાવું ભાવને એક આપ પદનું, બીજું ના ચાહું કદા; નિત્યે જાપ જપું, તું િતુહિ રહું, વૃત્તિ સ્વરૂપે વહો, ચાહું બોધિ સમાધિ રાજ પ્રભુશ્રી, સિદ્ધિ સમીપે રહો. ૭
આ સંસાર અપાર દુ:ખ દરિયો, દસ્તીર્ણ હેજે તર્યા, શ્રીમદ્ સદ્ગુરુ રાજ અદ્ભુત દશા, સ્વાત્મસ્થ શાંતિ વર્યા; દેહાતીત સમાધિ સૌખ્ય ઝરતી, મુદ્રા શી આફ્લાદિની! સ્વાત્મામાં જ નિમગ્ન, ભિન્ન પરથી ચૈતન્ય આસ્વાદિની!!
આત્માનો જગમાં અચિંત્ય મહિમા સર્વોપરી એક એ, એથી અન્ય સમસ્ત હીન ગણીને, એમાં જ તલ્લીન જે; એવા શુદ્ધ સ્વરૂપમાં રમી રહ્યા, વિભાવથી વિરમ્યા, એ જ્ઞાની સહજાત્મને ઉર ધર્યા, તે સૌ સ્વરૂપે રમ્યા. ૮ સ્વાધ્યાય સંચય