________________
સ્વાધ્યાય સંચય : ૧૯૧
રાજને ઓળખી રાજને ભજશે, ત્યજશે લૌકિક લાજ; રાજને આશ્રયે રહેશે તેનાં, શ્રી રાજ સુધારશે કાજ.
રૂડા રાજને ભજીએ. સંકટ ૦ સત્ ચિત્ આનંદ રૂપ રત્નત્રય, તેની સેવા સાર; તેહી જ શ્રીમદ્ રાજની સેવા, એક મને આધાર.
રૂડા રાજને ભજીએ. સંકટ ૦
શ્રી સહજાત્મ સ્વરૂપ છો, સદ્ગુરુ રાજ, કરુણા રસના ફૂપ છો, સદ્ગુરુ રાજ. શ્રી શુદ્ધ ચૈતન્ય સ્વામી છો, સદ્ગુરુ રાજ, સર્વ પ્રકારે નિષ્કામી છો, સદ્ગુરુ રાજ. શ્રીમદ્ સદ્ગુરુ રાજ છો, સદ્ગુરુ રાજ, પંડિતજન શિરતાજ છો, સદ્ગુરુ રાજ. તારણતરણ જહાજ છો, સદ્ગુરુ રાજ, સાચા ગરીબનવાજ છો, સદ્ગુરુ રાજ. પ્રેમી જનોના પ્રાણ છો, સદ્ગુરુ રાજ, મારા અંતરના જાણ છો, સદ્ગુરુ રાજ. જોયું મેં જગતે કરી, સદ્ગુરુ રાજ, ફરી ફરીને ફેરા ફરી, સદ્ગુરુ રાજ. આપ વિના ન દેખ્યું કશું, સરુ રાજ, હું તું તે સહ તમ વશુ, સદ્ગુરુ રાજ. વ્યાપી રહ્યા છો સહુ સાથમાં, સદ્ગુરુ રાજ, આવ્યા છો મારા હાથમાં, સદ્ગુરુ રાજ. હવે ન છોડું છેડલો, સદ્ગુરુ રાજ, મૂકું નહીં તારો કેડલો, સદ્ગુરુ રાજ.