________________
૧૮૮: સ્વાધ્યાય સંચય
ધન્ય ગુરુરાજ! બોધિસમાધિનિધિ!
ધન્ય તુજ મૂર્તિ! શી ઉર ઉજાળે! મુજ સમા પતિતને ભાવથી ઉદ્ધારવા,
જ્ઞાન તુજ જ્યોતિ ઉર તિમિર ટાળે. ધન્ય ગુરુ છે ૧ પ્રશમરસ નીતરતી સ્વરૂપમાં મગ્ન શી!
મૂર્તિ ગુરુરાજની આજ ભાળી; ભવદવાનલ જવલિત જીવને ઠારવા,
શાંત શીતળ શશી શી નિહાળી. ધન્ય ગુરુ - ૨ આત્મ અનુભવરસાસ્વાદમાં મલકતી!
જ્ઞાનવૈરાગ્યશમનિધિ ચિત્ત તન્મય થતાં તાપ દૂરે ટળે,
શાંતિ સિદ્ધિ સકળ સમીપ આવે. ધન્ય ગુરુ ૦ ૩ *
શાંત મુદ્રા પ્રભુ આપની નિરખતાં,
આપ સમ મુજ સ્વરૂપ લક્ષ આવે; પ્રેમ, પ્રતીતિ, રુચિ, ભક્તિ સહજાત્મમાં,
જાગતાં એ જ પદ એક ભાવે. ધન્ય ગુરુ ૪
તેહિ તેહિ સ્મરણથી, રટણથી, મનનથી,
સહજસ્વરૂપે અહો! લગન લાગે; આત્મ-માહાત્મ અદ્ભુત ઉરમાં વચ્ચે,
દેહનો મોહ દૂર ક્યાંય ભાગે! ધન્ય ગુરુ - ૫
એક એ જોઉં, જાણું, અનુભવું મુદા,
એક એ સ્વરૂપમાં મગ્ન થાઉં; એ વિના સર્વ પરભાવ દુ:ખખાણને,
પરિહરી આત્મ આનંદ થાઉં. ધન્ય ગુરુ - ૬