________________
સ્વાધ્યાય સંચય : ૧૫૭
સંસારનાં સૌ પ્રાણીઓ, ફળ ભોગવે નિજ કર્મનું, નિજ કર્મના પરિપાકનો ભોક્તા નહિ કો આપણું; લઈ શકે છે અન્ય તેને, છોડ એ ભ્રમણા બૂરી, પ્રભુ ધ્યાનમાં નિમગ્ન થા, તુજ આત્મનો આશ્રય કરી. ૩૧ શ્રી અમિતગતિ અગમ્ય પ્રભુજી, ગુણ અસીમ છે આપના, આ દાસ તારો દયથી ગુણ ગાય તુજ સામર્થના પ્રગટતા જો ગુણ બધા, મુજ આત્મમાં સદ્ભાવથી, શુભ મોક્ષને વરવા પછી, પ્રભુ વાર ક્યાંથી લાગતી? ૩૨
(દોહરો) બત્રીસ ચરણનું આ બન્યું, મંગળ સુંદર કાવ્ય; અનુભવતાં એક ધ્યાનથી, મોક્ષગતિ જીવ જાય. ૩૩
શ્રી માનતુંગાચાર્ય વિરચિત શ્રી ભક્તામર સ્તોત્ર
ગુર્જર પદ્યાનુવાદ દીપાવે જે મુગટ-મણિનાં તેજને દેવતાના, સંહારે જે અઘતિમિરને માનવોના સદાના; જે છે ટેકારૂપ ભવમહીં ડૂબતાં પ્રાણીઓને, એવા આદિ-જિન-ચરણને વંદીને રૂડી રીતે. ૧ જેની બુદ્ધિ અતિશય બની શાસ્ત્રનું તત્ત્વ જાણી, તે દ્રોએ સ્તુતિ પ્રભુતણી રે કરી ભાવ આણી; ત્રિલોકીના જનમન હરે સ્તોત્રમાંહે અધીશ, તે શ્રી આદિ-જિનવરતણી હું સ્તુતિને કરીશ. ૨
(યુગ્મ) ૧. પાપાંધકાર. ૨. આદિજિન = ઋષભદેવ ભગવાન.