________________
સ્વાધ્યાય સંચય : ૧૩૫
સુખ દીધે સુખ હોત હૈ, દુ:ખ દીધાં દુઃખ હોય; આપ હણે નહિ અવરકું, (તો) આપને હણે ન કોય. ૨૮ જ્ઞાન ગરીબી ગુરુવચન, નરમ વચન નિર્દોષ ઈનકું કભી ન છાંડિયે, શ્રદ્ધા શીલ સંતોષ. ૨૯ સત મત છોડો હો નરા, લક્ષ્મી ચૌગુની હોય; સુખ દુઃખ રેખા કર્મકી, ટાલી ટલે ન કોય. ૩૦ ગોધન ગજધન રતન ધન, કંચન ખાન સુખાન; જબ આવે સંતોષ ધન, સબ ધન ધૂળ સમાન. ૩૧ શીલ રતન મોટો રતન, સબ રતનાં કી ખાન; તીન લોકકી સંપદા, રહી શીલ મેં આન. ૩૨ શીલે સર્પ ન આભડે," શીલે શીતલ આગ; શીલે અરિ કરિ કેસરી, ભય જાવે સબ ભાગ. ૩૩ શીલ રતનકે પારખું, મીઠા બોલે બૅન; સબ જગસે ઊંચા રહે, (જો) નીચાં રાખે નૈન. ૩૪ તનકર મનકર વચનકર, દેત ન કાહુ દુ:ખ; કર્મ રોગ પાતિક જરે, દેખત વાકા મુખ. ૩૫
(દોહા પાન ખરંતાં ઈમ કહે, સુન તરુવર વનરાય; અબકે વિઠ્ઠરે કબ મિલે, દૂર પડેંગે જાય. ૧ તબ તરુવર ઉત્તર દિયો, સુનો પત્ર ઇક બાત; ઇસ ઘર એસી રીત હૈ, એક આવત એક જાત. ૨ વરસ દિનાકી ગાંઠકો, ઉત્સવ ગાય, બજાય; મૂરખ નર સમજે નહીં, વરસ ગાંઠકો જાય. ૩ ૪. આવીને. ૫. અથડાય. ૧. હમણાં છૂટાં પડેલા ક્યારે મળીશું? ૨. વર્ષગાંઠનો દિવસ ઊજવે છે.