________________
સ્વાધ્યાય સંચય : ૧૧૫
૧૯. શુભાશુભ ભાવરૂપ સંસાર અને શુદ્ધ ભાવરૂપ પરમાત્મા : પાપ અશુભ ઉપયોગથી થાતાં, દુ:ખ પામે જન તેથી, શુભ ઉપયોગે ધર્મ થતાં કંઈ, આવી મળે સુખ એથી; પાપ પુણ્યનાં કંક રૂપે આ, સંસારમાં સહુ બને, નિત્ય આનંદઘન પદ મળ્યું તમને, શુદ્ધ ઉપયોગે હો મને.
હે! ગુરુરાજ ૦
૨૦. અસંગ, શુદ્ધસ્વરૂપ : જે, નથી સ્થિતિ અંદર કે બાહેર, નહિ શૂલ, સૂક્ષ્મ, દિશામાં, ભારે નથી, હલકી નથી, કે ના-સ્ત્રી, નર કે નપસકમાં; જેને નથી કર્મ, સ્પર્શ, શરીર, રૂપ, ગંધ, સંખ્યા, વ્યવહાર, નિર્મળ સમ્યજ્ઞાન-દર્શનરૂપ જ્યોતિ હું આત્માકાર.
હે! ગુરુરાજ ૦
૨૧. કર્મશત્રુથી બચવા પ્રાર્થના : ચૈતન્યથી ઉન્નતિ-ક્ષય કરતો, શાશ્વત્ શત્રુ તો કર્મ, નિષ્કર્મ નાથ, અવસ્થા આપણી, એક જ જે શુદ્ધ ધર્મ; કર્મ દુષ્ટ બિનકારણ વૈરી, ભેદી કરો દૂર છેદીસંતની રક્ષા ને દુષ્ટ-શિક્ષા-ધર્મ, ન્યાયી પ્રભુનો અનાદિ.
હે! ગુરુરાજ
૨૨. ભેદવિજ્ઞાનથી નિર્વિકાર ભાવના : આધિ, વ્યાધિ, જરા, મૃત્યુ આદિ તો, શરીર કેરાં સંબંધી, એ જડ શું કરી શકે કહો મને? ભગવાન ભિન્ન હું એથી; મેઘ અનેક આકારે વિકારો, કરી ફરે નભમાંહીં તો પણ નભસ્વરૂપ ફરે ના, અરૂપીને નડે ન કાંઈ.
હે! ગુરુરાજ છે