________________
સ્વાધ્યાય સંચય : ૧૦૫
ચિતવ સિદ્ધ સમ નિજ દહસ્થ, પરમજ્ઞાન રૂપ ગણ કાયસ્થ; પરમ વિશુદ્ધ તે સ્મર પિંડસ્થ, પામ કેવલ ક્રિડા શિવ-લબ્ધ. ૪૯
વૈરાગ્ય મણિ માલા તણી, કડી અઠ્ઠાવન જોઈ; ચંદ્ર કવિની કૃતિને, ગુર્જર સૂત્રે પ્રોઈ.
–– રત્નાકર પચ્ચીસી અનુસાર
સ્વદોષ-દર્શન
મંગલાચરણ આખ પુરુષ ગુરુરાજ મુજ, દીનાનાથ દયાળ; દિલ ખોલી કહું દોષ મુજ, શરણાગત પ્રતિપાળ. ૧ સ્વપ્ન રૂપ સંસારમાં, રચી-પચી મન મૂંઝાય; જાગૃત કરી નિર્મળ કરો, દષ્ટિ મુજ ગુરુરાય. ૨
મોક્ષ લક્ષ્મી લટકાં કરે, લાયક વીર્ય પ્રતાપ; ઇન્દ્ર નરેન્દ્ર પડે પગે, અતિશયશાળી આપ. ૩ ચિરંકાળ જ્યવંત હો! સર્વજ્ઞ ગુરુ દેવ; બંધાયેલો અજ્ઞ હું, અંધ, બંધની ટેવ. ૪ ત્રણ જગનો આધાર તું, કૃપાતણો અવતાર, ભારે ભવ-વ્યાધિ થકી, વૈદ્ય નિરાગી તાર. ૫ જાણો છો સહુ હે! પ્રભુ, તો પણ વીતક વાત; કંઈક કહું છું આપને, ભોળા ભાવે તાત. ૬ બાળ બાળલીલા સહિત, દોષ કહે જે હોય; ભોળા ભાવે તાતની, આગળ ભય સહુ ખોય. ૭ ૫ સ્વાધ્યાય સંચય