________________
૯૬ : સ્વાધ્યાય સંચય
ક્ષીણદોષ સર્વજ્ઞ મહામુનિ, સર્વ લબ્ધિ ફલ ભોગીજી, પરઉપગાર કરી શિવસુખ તે, પામે યોગ અયોગીજી; સર્વ શત્રુક્ષય સર્વ વ્યાધિલય, પૂરણ સર્વ 'સમીતાજી, સર્વ અરથ યોગે સુખ તેહથી, અનંતગુણ નિરીહાજી. ૩
- ઉપસંહાર એ અડ દિઠ્ઠી કહી સંક્ષેપે, યોગશાસ્ત્ર સંકેતેજી, કુલયોગી ન પ્રવૃત્તચક છે, તેહ તણે હિત હેતેજી; યોગી કુલે જાયા તસ ધર્મે, અનુગત તે કુયોગીજી, અષી ગુરુદેવદ્વિજ પ્રિય, દયાવંત ઉપયોગીજી. ૪ શુશ્રુષાદિક અડ ગુણ સંપૂરણ, પ્રવૃત્તિચક્ર તે કહિયેજી, યમદ્રય લાભી પરદુગ અર્થિ, આદ્ય અવંચક લહિયેજી; ચાર અહિંસાદિક યમ ઇચ્છા, પ્રવૃત્તિ થિર સિદ્ધિ નામેજી, શુદ્ધ રુચે પાલે અતિચારહ ટાલે ફળ પરિણામેજી. ૫ કુલયોગી ને પ્રવૃત્તચક્રને, શ્રવણ શુદ્ધ પક્ષપાત, યોગદષ્ટિ ગ્રંથે હિત હોવે, તિણે કહી એ વાતજી. શુદ્ધ ભાવ ને સૂનિ કિરિયા, બહુમાં અંતર કેતોજી, ઝળહળતો સૂરજ ને ખજુઓ, તાસ તેજમાં તેતોજી. ૬ ગુહ્ય ભાવ એ કહિયે તેહશું, જેહશું અંતર ભાંજેજી, જેહશું ચિત્ત પટંતર હોવે, તેહશું ગુહ્ય ન છાજેજી; યોગ્ય અયોગ્ય વિભાગ અલહતો, કરશે મોટી વાતોજી, ખમશે તે પંડિત પરખદમાં, મુષ્ટિપ્રહાર ને લાતોજી. ૭ સભા ત્રણ શ્રોતા ગુણ અવગુણ, નંદીસૂત્રે દિસેજી, તે જાણી એ ગ્રંથ યોગ્યને, દેજો સુગુણ જગશેજી; લોક પૂરજો નિજ નિજ ઇચ્છા, યોગ ભાવ ગુણરયણેજી, શ્રી નયવિજય વિબુધ પયસેવક, વાચક યશને વયણેજી. ૮ ૧. વાંચ્છા