________________
૯૪ : સ્વાધ્યાય સંચય
વિષય વિકારે ન ઇંદ્રિય જોડે, તે અહીં પ્રત્યાહારો રે, કેવળ જ્યોતિ તે તત્ત્વ પ્રકાશે, શેષ ઉપાય અસારો રે. એ૦ ૪ શીતળ ચંદનથી પણ ઉપન્યો, અગ્નિ દહે જેમ વનને રે, ધર્મ જનિત પણ ભોગ ઇહાં તેમ, લાગે અનિષ્ટ તે મનને રે. એ ૦ ૫ અંશે હોય ઇહાં અવિનાશી, પુદ્ગલ જાલ તમાસી રે; ચિદાનંદ ઘન સુયશ વિલાસી, કિમ હોય જગનો આશી રે. એ . ૬
છઠ્ઠી કાંતા દૃષ્ટિ અચપંલ રોગરહિત નિદુર નહિ, અલ્પ હોય દોય નીતિ; ગંધ તે સારો રે કાન્તિ પ્રસન્નતા, સુસ્વર પ્રથમ પ્રવૃત્તિ.
ધન! ધન! શાસન શ્રી જિનવરતણું. ૧ ધીર પ્રભાવી રે આગલે યોગથી, મિત્રાદિક યુત ચિત્ત; લાભ ઈષ્ટનો રે ઢંદ્ર અદૃષ્યતા, જન પ્રિયતા હોય નિત્ય. ધન - ૨ નાશ દોષનો રે તૃપ્તિ પરમ લહે, સમતા ઉચિત સંયોગ; નાશ વૈરનો રે બુદ્ધિઋતંભરા, એ નિષ્પન્નહ યોગ. ધન ૦ ૩ ચિહ્ન યોગનાં રે જે પરગ્રંથમાં, યોગાચારય દિ; પંચમ દષ્ટિ થકી તે જોડીએ, એહવા તેહ ગરિષ્ઠ. ધન ૪ છઠ્ઠી દિ િરે હવે કાંતા કહું, તિહાં તારાભ પ્રકાશ તત્ત્વમિમાંસા રે દૃઢ હોયે ધારણા, નહિ અન્ય શ્રત વાસ. ધન - ૫ મન મહિલાનું રે વાહલા ઉપરે, બીજાં કામ કરત; તેમ કૃતધર્મે રે મન દઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત. ધન એહવે જ્ઞાને રે વિઘન નિવારણે, ભોગ નહિ ભવહેત; નવિ ગુણ દોષ ન વિષય સ્વરૂપથી, મન ગુણ અવગુણ ખેત.ધન ૭ માયા પાણી રે જાણી તેહને, બંધી જાય અડોલ; સાચું જાણી રે બીતો રહે, ન ચલે ડામાડોલ. ધન ૦ ૮