________________
૯૦: સ્વાધ્યાય સંચય
એહ પ્રસંગથી મેં કહ્યું, પ્રથમ દષ્ટિ હવે કહીએ રે જિહાં મિત્રા તિહાં બોધ જે, તે તૃણ અગનિસો લહીએ રે. વીર ૦ ૬ વ્રત પણ યમ ઇહાં સંપજે, ખેદ નહીં શુભ કાજે રે; દ્વેષ નહીં વળી અવરશું, એહ ગુણ અંગ વિરાજે રે. વીર ૦ ૭ યોગનાં બીજ ઇહાં ગ્રહે, જિનવર શુદ્ધ પ્રણામો રે; ભાવાચારજ સેવના, ભવ-ઉદ્વેગ સુદામો રે. વીર ૦ ૮ દ્રવ્ય અભિગ્રહ પાળવા, ઔષધ પ્રમુખને દાને રે, આનર આગમ આસરી, લિખનાદિક બહુમાને રે. વીર ૦ ૯ લેખન પૂજન આપવું, શ્રુત વાચના ઉદ્ગાવો રે ભાવ વિસ્તાર સજઝાયથી, ચિતન ભાવન ચાહો રે. વીર ૦ ૧૦ બીજકથા ભલી સાંભળી, રોમાંચિત હવે દેહ રે એહ અવંચક યોગથી, લહીએ ધરમ સનેહ રે. વીર. ૧૧ સદ્ગુરુ યોગે વંદન ક્રિયા, તેહથી ફળ હોય જેહો રે. યોગ ક્રિયા ફળ ભેદથી, ત્રિવિધ અવંચક એહો રે. વીર ૦ ૧૨ ચાહે ચકોર તે ચંદને, મધુકર માલતી ભોગી રે; તિમ ભવિ સહજગુણ હોય, ઉત્તમ નિમિત્ત સંયોગી રે. વીર ૦ ૧૩ એહ અવંચક યોગ તે, પ્રગટે ચરમાવર્તે રે, સાધુને સિદ્ધ દશા સમું, બીજનું ચિત્ત પ્રવર્તે રે, વીર ૦ ૧૪ કરણ અપૂર્વના નિકટથી, જે પહેલું ગુણઠાણું રે, મુખ્યપણે તે ઈહાં હોયે, સુયશ વિલાસનું ટાણું રે. વીર ૦ ૧૫
બીજી તારા દષ્ટિ દર્શન તારા દષ્ટિમાં, મનમોહન મેરે, ગોમય અગ્નિ સમાને; મ ૦ શૌચ સંતોષ ને તપ ભલું, મ ૦ સજઝાય ઈશ્વર ધ્યાન. મ. ૧ નિયમ પંચ ઇહાં સંપજે, મ = નહીં કિરિઆ ઉદ્વેગ; મ જિજ્ઞાસા ગુણતત્ત્વની, મ પણ નહીં નિજ હઠ ટેગ. મ. ૨