SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતનો જ્યોતિર્ધર અનુષ્ટુપ રાજચંદ્ર ઊગ્યો દિવ્ય, ભારત ગગનાંગણે ; જ્યોતિ વિસ્તારતો સૌમ્ય, અખિલ વિશ્વમંડલે. ધન્ય તે દેશ સૌરાષ્ટ્ર, ધન્ય ભારતભૂમિ આ; રાજ કલ્પતરુ જન્મે, ધન્ય ગ્રામ વવાણિઆ. ધન્ય તે શબ્દજિત તાત, ધન્ય તે માત દેવકી; ચોવીશ ઓગણીસેંની, પૂર્ણિમા ધન્ય કાર્તિકી. ઉપજાતિ આ વાણીઓ ગ્રામ વવાણિઆનો, અપૂર્વ સત્ રત્નવણિક્ સુજાણો; વ્યાપાર રત્નત્રયીનો અનન્ય, કરી લહ્યો આતમલાભ રાષ્ટ્રપિતા ભારત ભાગ્યધાતા, ગાંધી મહાત્મા જગ જેહ ખ્યાતા; તેના ય જે પ્રેરણામૂર્ત્તિ વંઘ, તે રાજચંદ્ર સ્તવું વિશ્વવંઘ. ધન્ય. વસંતતિલકા સાક્ષાત સરસ્વતી શું આ નરરૂપધારી? વાચસ્પતિ અવનિમાં શું ગયા પધારી? એવા વિતર્ક જનના મનમાં લસંતા, શ્રી રાજચંદ્ર વચનામૃતને સુણતાં. માલિની અપ્રતિમ પ્રતિભાથી પૂર્ણ શ્રી રાજચંદ્રે, અમૃતમયી પ્રસારી જ્ઞાન-જ્યોત્સના સુછંદે ; (૧૨) ૧ ર 3 ૫ ૬
SR No.007119
Book TitlePragnav Bodh Mokshmala
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukh Mehta
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2007
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy