SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ તેએામાં કેટલાંક સર્વઘાતી હોય છે અને કેટલાંક દેશઘાતી હોય છે. બાકીના જે એક સ્થાનિક રસવાળાં સ્પર્ધક હોય છે તેઓ તે દેશઘાતી જ હોય છે, કારણ કે એક સ્થાનિક રસવાળાં તે સ્પર્ધકો દેશઘાતી પ્રકૃતિમાં જ સંભવિત હોય છે. સર્વધાતિપ્રકૃતિમાં નહીં. આ રીતે આ સ્પર્ધકભેદપ્રરૂપણા જાણવી જોઈએ. - હવે ઔદયિક ભાવના શુદ્ધ અને ક્ષયોપશમાનુવિદ્ધ, એ બે ભેદની પ્રરૂ. પણું કરવામાં આવે છે. તે આ પ્રમાણે છે– “निहएसु सव्वधाई,-रसेसु फड्डेसु देसघाईणं । નીવણ કુળના – તિ ગોદિ-મજ વરવું-મારું ર” | ? / આ ગાથાને અર્થ આ પ્રમાણે છે સર્વઘાતીરસવાળાં સ્પર્ધકોને તથાવિધ વિશુદ્ધ અધ્યવસાયના બળથી દેશઘાતિરૂપ પરિણમતાં, તથા અતિસ્નિગ્ધ દેશઘાતીના રસસ્પર્ધકોને પણ અ૫રસ રૂપ કરતાં, અને તેમની વચ્ચે પણ જે કેટલાંક રસસ્પર્ધકોને અંશ છે કે જે ઉદયાવલિમાં પ્રવેશ કરી ચૂક્યાં છે, તે જ્યારે નષ્ટ થાય છે, તથા અવશિષ્ટ ઉપશમ અવસ્થામાં રહે છે, એવી સ્થિતિમાં જીવને ક્ષાયોપથમિક અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન તથા ચક્ષુર્દશન આદિ ગુણ પ્રગટ થાય છે (૧) તેનું તાત્પર્ય એ છે કે જ્યારે અવધિજ્ઞાનાવરણીય આદિ દેશઘાતી કર્મોનાં સર્વઘાતિરસસ્પર્ધક વિપાકેદયવાળાં થાય છે ત્યારે તે વિષયને ફકત એક જ શુદ્ધ ઔદયિક ભાવ હોય છે (૧). તથા જે સમયે તેમના દેશઘાતિરસસ્પધકોને ઉદય થાય છે તે સમયે તેના ઉદયથી ઔદયિક ભાવ, તથા કેટલાંક દેશઘાતિરસસ્પર્ધકોનાં સંબંધી ઉદયાવલિકા પ્રવિષ્ટ અંશને ક્ષય થતાં અને અવશિષ્ઠને કે જે ઉદિત નથી તેને ઉપશમ થતાં ફાયશિક ભાવ થાય છે. આ રીતે ઔદયિકભાવ ક્ષપશમાનુવિદ્ધ મનાય છે (૨). જેમ-મતિજ્ઞાન, શ્રતજ્ઞાન, ચક્ષુર્દર્શનની ઉત્પત્તિમાં મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, ચક્ષુર્દશનાવરણ પ્રકૃતિ ચેના દેશઘાતિરસસ્પર્ધકોને જ સદા ઉદય રહ્યા કરે છે, સર્વઘાતિરસસ્પર્ધકેનો નહીં, તેથી હમેશાં તેને ઉદયમાં ઔદયિક અને ક્ષાશમિક, એ બન્ને ભાવ મળેલા હોય છે, ફકત ઔદયિક ભાવ નહીં. આ રીતે ઔદયિકભાવ ક્ષપશમાનુવિધ સિધ્ધ થઈ જાય છે. શ્રી નન્દી સૂત્ર ૪૪
SR No.006474
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nandisutra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy