SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ મન ૫ર્યયજ્ઞાનાન્તર કેવલજ્ઞાનોપન્યાસે હેતુથનમ્ આત્મજન્ય હોવાથી પ્રત્યક્ષ મનાય છે. આ બન્નેમાં પ્રત્યક્ષત્વની અપેક્ષાએ સમાનતા છે. તથા–અપ્રમત્તસંચતસ્વામી, તથા અવિપર્યયની અપેક્ષાએ સમાનતા હોવાથી મન:પર્યવ જ્ઞાનની પછી કેવળજ્ઞાનને પાઠ રાખે છે. મન:પર્યવજ્ઞાન જે પ્રમાણે અપ્રમત્ત ભાવમુનિને થાય છે એ જ રીતે કેવળજ્ઞાન પણ અપ્રમત્ત ભાવમુનિને થાય છે. આ સ્વામીની અપેક્ષાએ સમાનતા છે. મન:પર્યવજ્ઞાન જે રીતે વિપયરહિત હોય છે એ જ રીતે કેવળજ્ઞાનમાં પણ વિપર્યય થત નથી. આ અવિપર્યયની અપેક્ષાએ સમાનતા છે. બીજું કેવળજ્ઞાનને જે બધાની અંતે રાખવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે એ જ્ઞાન મત્યાદિક ચાર જ્ઞાને કરતાં ઉત્તમ છે અને એ બધાને અંતે જ તેની પ્રાપ્તિ થાય છે. એ જ્ઞાને કરતાં તેમાં ઉત્તમતા એથી છે કે આ જ્ઞાનમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાન પશ્ચવિધજ્ઞાનસ્ય સંક્ષેપતો જૈવિધ્યન નિર્દેશઃ કાળના સવે રેય પદાર્થોને આભાસ થાય છે. તથા જે જીવને ચાર જ્ઞાન પ્રાપ્ત થઈ ચૂક્યાં છે તે જીવને જ છેવટે કેવળજ્ઞાનને લાભ થાય છે સૂ૦ ૧ છે તું તમારો ઈત્યાદિ. ( તત્ ) પૂર્વોક્ત પાંચ પ્રકારનાં તે જ્ઞાન (માતા) ટુંકાણમાં (દ્ધિવિઘ) બે પ્રકારના (પ્રશતમ્) કહેવાયા છે. (તસ્થા ) તે બે પ્રકાર આ છે – (પ્રત્યક્ષ જ પક્ષ ) પ્રત્યક્ષ અને પરોક્ષ. તેઓમાં અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન તે પ્રત્યક્ષ છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બે જ્ઞાન અપરોક્ષ છે. શ્રી નન્દી સૂત્ર ૨૫
SR No.006474
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nandisutra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy