________________
રાજપુરૂષે લાવીને તે રાજાને આપી. રાજાએ બીજી થેલીઓ ભેગી તેને પણ વચમાં ગોઠવી. પછી દરિદ્રને બેલાવીને કહ્યું, “જુઓ, આ થેલીઓમાંથી જે તારી થાપણની થેલી હોય તેને સ્પશીને મને બતાવ.” રાજાની આજ્ઞાથી તે દરિ તે પ્રમાણે કર્યું. રાજા ત્યારે સમજી ગયે કે આ દરિદ્ર આદમી સાચું જ કહે છે, અને આ તેની જ થાપણની થેલી છે. તેથી તેમણે તેને આદેશ આપે કે તું આને લઈલે, દરિદ્ર તે લઈ લીધી અને તે ઘણે રાજી થયા. રાજાએ આ કૃત્ય માટે પુરોહિતને શિક્ષા કરી છે ૧૯ છે
આ ઓગણીસમું મુદ્રિા દષ્ટાંત સમાસ છે ૧૯ |
અંક૬ષ્ટાન્તઃ
વીસમું જ દષ્ટાંતકઈ પુરુષ એક શેઠને ત્યાં એક હજાર રૂપીયા ભરેલી થેલી થાપણ તરીકે મૂકી. શેઠ ચાલાક હતા. તેણે તે થેલીનો નીચેનો ભાગ કાપીને રૂપીયા કાઢી લીધા અને તેમાં ખોટા રૂપીયા ભરી દીધા, તથા ફાડેલા ભાગને સીવીને તેને હતો તે કરીને થેલીને મૂકી દીધી, કેટલાક દિવસ પછી જેણે તે થેલી શેઠને ત્યાં મૂકી હતી તે આવ્યા અને તેણે પિતાની થાપણની થેલી શેઠની પાસેથી પાછી માગી, શેઠે માગતાં જ તે તેને સેંપી દીધી, તેને હાથમાં લઈને જેવી તેણે ખોલીને જોઈ કે તરત જ બધા ખોટા રૂપીયા તેની નજરે પડયા. તેણે શેઠને કહ્યું તે “ચોર કેટવાળને ડંડે” વાળી કહેવત જેવું થયું, બિચારો ત્યાંથી દડત ન્યાયાધીશની પાસે ગયા. કેસ ચાલુ થયો. ન્યાયાધીશે પૂછ્યું, “ ભાઈ! તમારી થેલીમાં કેટલા રૂપીયા સમાય છે? તે તેણે કહ્યું, “એક હજાર”. ન્યાયાધીશે તે થેલીમાં હજાર રૂપીયા ભરી જોઈને તેની ખાત્રી કરી પણ તે થેલીની નીચેના જેટલે ભાગ કપાયે હતો તેટલા ભાગમાં સમાય એટલા રૂપીયા બાકી રહ્યાં છતાં થેલી ભરાઈ ગઈ. બાકીના રૂપીયા તેમાં ભરવાથી તે થેલીને સીવી શકાતી ન હતી. તેથી ન્યાયાધીશને ખાતરી થઈ ગઈ કે આ થેલીને નીચેના ભાગ કાપીને રૂપીયા કાઢી લેવામાં આવ્યા છે, તેથી જેટલે ભાગ કાપી લીધું છે તેટલા ભાગમાં ભરી શકાય તેટલા રૂપિયા વધે છે, આ પ્રમાણે પરીક્ષા કરીને યથાર્થ નિર્ણય પર આવેલ તે ન્યાયાધીશે એવો નિર્ણય કર્યો કે તેના રૂપીયા કાઢી લેવામાં આવ્યા છે. ત્યારે તે ન્યાયાધીશે તે થાપણની થેલી વાળાને શેઠ પાસેથી હજાર રૂપિયા અપાવ્યા | ૨૦ |
છે આ વીસમું દૃષ્ટાંત સમાપ્ત છે ૨૦ છે
શ્રી નન્દી સૂત્ર
૩૦૬