SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ગદ્રષ્ટાતઃ ચૌદમું ના દષ્ટાંતએક સમયની વાત છે કે કેઈ પુરુષ પિતાની પત્ની સાથે રથમાં બેસીને બીજે ગામ જતે હતે. મુસાફરી દરમિયાન માર્ગમાં તેની પત્નીને ઝાડે ફરવા જવાની જરૂર પડી, તે થોડે દૂર જઈને ઝાડે ફરવા બેઠી. એવામાં એક વિદ્યા ધરી, કે જે તે સ્થાને રહેતી હતી, તેણે રથમાં બેઠેલ તે સુંદર યુવાનને જે. જોતાં જ તે તેના ઉપર માહિત થઈ ગઈ એ જ વખતે તેણે પિતાની વિદ્યાના પ્રભાવથી તેની સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને તેની પાસે આવીને તે રથમાં બેસી ગઈ એવામાં ઝાડે જવાનું કામ પતાવીને તેની પિતાની પત્ની આવી પહોંચી. તેણે આવતાં જ જેવી તે વિદ્યાધરીને રથમાં બેઠેલી જોઈ અને વિદ્યાધરીએ તેને આવતી જોઈ ત્યારે તે બનાવટી સ્ત્રીએ તે યુવાનને કહ્યું, “જુવો, આ કેઈ વ્યનરી મારા જેવું રૂપ બનાવીને તમારી પાસે આવી રહી છે. તેથી આપ જલદી રથને અહીંથી હંકારી મૂકે.બનાવટી સ્ત્રીની એવી વાત સાંભળીને તેણે રથને ત્યાંથી આગળ હંકારવા માંડયો. ખરી પત્નીએ જ્યારે તે જોયું ત્યારે તે રોતી રોતી રથની પાછળ દોડવા લાગી. યુવાને જ્યારે તેને આર્તનાદ સાંભળે ત્યારે તેને તેના પર દયા આવી, અને તેણે રથની ગતિ થેડી ઘટાડી નાખી. બને સ્ત્રીઓ પરસ્પર ઝગડે કરવા લાગી અને એ જ હાલતમાં ગામમાં આવી પહોંચી. ત્યાં આવતાં જ પહેલી સ્ત્રીએ બીજી સ્ત્રી પર ફરિયાદ કરીને તેને કચેરીમાં ન્યાયાધીશની આગળ હાજર કરી. ન્યાયાધીશે પુરુષને પૂછયું, “કહે આ બેમાંથી તમારી પત્ની કેણ છે?” પુરુષે કહ્યું, “સાહેબ, તેને નિર્ણય કરવાને હું અસમર્થ છું. જ્યારે પુરુષની અસમર્થતા ન્યાયાધીશે જોઈ ત્યારે તેમણે તેને ત્યાંથી દૂર કલીને તે બન્ને સ્ત્રીઓને કહ્યું, “તમારા બનેમાંથી જે અહીં ઉભી ઉભી પિતાના હાથથી સૌથી પહેલાં તેને સ્પર્શ કરશે એ જ તેની પત્ની અને તેને જ તે પતિ માનવામાં આવશે ” ન્યાયાધીશની આ વાત સાંભળતાં જ વિદ્યાપારીએ દિવ્ય શક્તિના પ્રભાવથી પિતાને હાથ લંબાવીને ત્યાં ઉભા ઉભા જ તે પુરુષને પહેલાં સ્પર્શ કર્યો. આ સ્થિતિ જોઈને ન્યાયાધીશ સમજી ગયાં કે “આ વિદ્યાધરી છે,” અને તેમણે કહ્યું, “બસ હવે તું અહીંથી ચાલી જા. તું આની પત્ની નથી. આ સ્ત્રી જ તેની પત્ની છે. તે તે વિદ્યાધરી છે. દિવ્યશક્તિના પ્રભાવથી જ તે તારો હાથ લંબાવ્યો છે.” આ પ્રમાણે ઔત્પત્તિકી બુદ્ધિથી ન્યાયાધીશે આ ફરિયાદને ગ્ય નિર્ણય કરીને તે સ્ત્રી તેના પતિને સેંપી. છે આ ચૌદમું માર્ગદષ્ટાંત સમાપ્ત ૧૪ છે શ્રી નન્દી સૂત્ર ૩૦૦
SR No.006474
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nandisutra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy