SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ તન એક ધૂતારે મન્યા. તે ઘણે ચાલાક હતું. તેણે બ્રાહ્મણની પત્ની સાથે વાતચીતમાં જ પોતાને પ્રેમસંબંધ બાંધી દીધો. થોડે દૂર જતાં તે ધૂતારાએ બ્રાહ્મણને કહ્યું, “આ મારી સ્ત્રી છે. ” ધૂતારાની વાતથી નારાજ થઈને બ્રાહ્મણે કહ્યું, ભાઈ, આ તમે શું કહે છે? એવું બોલશે મા. આ તે મારી જ પત્ની છે.” આ રીતે તે બન્ને વચ્ચે પરસ્પરમાં વધારેમાં વધારે વાદવિવાદ થયો. છેવટે ન્યાય કરાવવાને માટે તે બન્ને રાજકચેરીએ પહોંચ્યા. ન્યાયાધીશે તેમની વાત સાંભળીને તે બન્નેને જુદા જુદા સ્થાને બેસાડયા, અને પૂછયું, “કહે, કાલે તમે શું ખાધું હતું ?” બ્રાહ્મણે કહ્યું, “સાહેબ ! મેં તથા મારી પત્નીએ તલના લાડુ ખાધા હતા,” ધૂને બોલાવીને એ જ પ્રશ્ન પૂછયે તે તેણે બીજી કઈ ચીજ ખાધી હતી તેમ બતાવ્યું. હવે ન્યાયાધીશે સાચા-ખોટાની પરીક્ષા માટે પોતાની બુદ્ધિથી તે બન્નેને વિરેચક ઔષધિ આપી. તે વડે બ્રાહ્મણનું કથન સાચું ઠર્યું. પછી બ્રાહ્મણને તેની પત્ની સેંપીને ન્યાયાધીશે ધૂર્તને સજા કરી. | ૮ | || આ આઠમું ઉચ્ચારદષ્ટાંત સમાપ્ત | ૮ | ગજદ્દષ્ટાન્તઃ નવમું ગજદષ્ટાંત– વસન્તપુર નામે એક નગર હતું. ત્યાંના રાજાએ વિશિષ્ટ બુદ્ધિવાળો મંત્રી મેળવવાને માટે આ પ્રમાણે એક ઉપાય કર્યો–કમાં હાથી બાંધવાના ખીલા સાથે તેણે એક હાથી બંધાવ્યું, અને આ પ્રમાણે ઘોષણું કરાવી કે જે કોઈ આ હાથીનું વજન કરી આપશે તેને ઈનામ રૂપે ઊંચે હો આપવામાં આવશે. આ ઘોષણ સાંભળીને કેઈ એક વિશિષ્ટ બુદ્ધિસંપન્ન માણસે હાથીનું વજન કરી આપવાની શરત મંજૂર કરી. પછી તેણે આ રીતે તેને તે -કોઈ જળાશયમાં લઈ જઈને તેણે તે હાથીને એક હોડીમાં ચડાવ્યું, પછી તે નૌકા પાણીમાં ચલાવી તેને જેટલે ભાગ પાણીમાં ડૂબી ગ ત ભાગમાં તેણે એક લીટી દેરી દીધી, પછી હાથીને હોડીમાંથી ઉતારી નાખ્યો અને હોડીમાં એટલાં પથ્થર ભર્યા કે જેના વજનથી લીટી કરેલા ભાગ સુધી હેડી પાણીમાં ડૂબી ગઈ. પછી એ બધાં પથ્થરને હેડીમાંથી બહાર કાઢીને તેમનું વજન કર્યું તે જેટલું તેમનું વજન થયું તે હાથીનું વજન માની લીધું. આ પ્રકારની તેની તીવ્ર બુદ્ધિથી રાજા ઘણે પ્રસન્ન થયા. | ૯ | આ નવમું ગજદષ્ટાંત સમાસ | ૯ | શ્રી નન્દી સૂત્ર ૨૯૬
SR No.006474
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nandisutra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy