________________
પ્રમાણુ ચોર્યાસી (૮૪) લાખ છે. (૧૦) દસમાં વિદ્યાનું પ્રવાદપૂર્વમાં વિદ્યાઓના અનેક અતિશયનું વર્ણન કરાયું છે, તેના પદનું પ્રમાણ એક કરેડ દસ લાખ છે. (૧૧) અગીયારમાં અવધ્યપ્રવાદ પૂર્વમાં જ્ઞાન, તપ, અને સંયમ તથા શુભગ એ બધાં શુભફળ પ્રદાયક હોય છે, તથા પ્રસાદ આદિ જે અપ્રશસ્ત છે તે અશુભફળ દેનાર છે. આ વિષયનું વર્ણન કરાયું છે. તેમાં છવીસ કરોડ (૨૦૦૦૦૦૦૦૦) પદે છે, (૧૨) બારમાં પ્રાણાયુપૂર્વનાં આયુ અને પ્રભુના તથા બીજા પ્રણેનું ભેદસહિત વર્ણન થયું છે તેમાં પદેનું પ્રમાણ એક કરોડ છપ્પન લાખ છે. (૧૩) તેરમાં ક્રિયાવિશાલપૂર્વમાં કાયિકી આદિ કિયા ના ભેદનું તથા સંયમ ક્રિયાઓ અને છંદક્રિયાઓના ભેદોનું વર્ણન થયુ છે. તેમાં નવ કરોડ પદે છે. (૧૪) ચૌદમું જે કબિન્દુસારપૂર્વ છે તે અક્ષર પર બિન્દુના જેવા આલોકમાં અથવા શ્રતકમાં સર્વોત્તમ મનાયું છે તેમાં સર્વાક્ષર સંનિપાત લબ્ધિ આદિ લબ્ધિઓનું વર્ણન છે, તેમાં સાડા બાર કોડ પદે છે.
નિશ્ચિત અથધકારથી પ્રતિબદ્ધ અધ્યયનના જે જે ગ્રંથવિશેષ હોય છે તેનું નામ વસ્તુ છે. ઉત્પાદ પૂર્વની દસ વસ્તુ છે. તથા ચાર ચૂલિકા વસ્તુ છે. દષ્ટિવાદના પરિકર્મ, સૂત્ર, પૂર્વગત, અને અનુંયેગ એ ચાર ભેદમાં જે અર્થ કહેવા ન હોય તે અર્થને સંગ્રહ કરનારી જે ગ્રન્થપદ્ધતિ છે તે ચૂડા શબ્દનો વાચ્યાર્થ છે. ચૂડાના જેવી જે હોય તે ચૂલિકા કહેવાય છે. કયાંક કયાંક “શું”
અને “” માં ભેદ મનાતો નથી, તેથી ચૂડિકા કે ચૂલિકા એક જ છે. તેમની વસ્તુનું નામ ચૂલિકા વસ્તુ છે (૧) બીજા અગાણીય પૂર્વની ચૌદ વસ્તુઓ તથા બાર ચૂલિકા વસ્તુઓ છે (૨). ત્રીજા વીર્યવાદ પૂર્વની આઠ વસ્તુઓ તથા આઠ જ ચૂલિકાવસ્તુઓ છે. (૩). ચે થાં અસ્તિનાસ્તિ પ્રવાદ પૂર્વની અઢાર વસ્તુઓ તથા દમ ચૂલિકા વસ્તુઓ છે (૪). પાંચમાં જ્ઞાનપ્રવાદ પૂર્વની બાર વસ્તુઓ છે (૫) (૫). છઠ્ઠા સત્યપ્રવાદ પૂર્વની બે વસ્તુએ છે (૬). સાતમા આત્મપ્રવાદ પૂર્વની ભેળ વસ્તુઓ છે (૭). આઠમાં કર્મપ્રવાદ પૂર્વની ત્રીસ વસ્તુએ છે (૮). નવમાં પ્રત્યા
ખ્યાનપૂર્વની વીસ વસ્તુઓ છે ). દસમાં વિદ્યાનુપ્રવાદ પૂર્વની પંદર વસ્તુઓ છે (૧૦). અગીયારમાં અવધ્યપૂર્વની બાર વસ્તુઓ છે (૧૧). બારમાં પ્રાણાયુ. પૂર્વની તેર વસ્તુઓ છે (૧૨). તેરમાં ક્રિયાવિશાલપૂર્વની ત્રીસ વસ્તુઓ છે (૧૩). ચૌદમાં લેકબિન્દુસારપૂર્વની પચીસ વસ્તુઓ છે એવું જિનેન્દ્ર દેવે કહેલ છે. એજ વિષય સંક્ષિપ્તમાં “ર રો” ઈત્યાદિ ગાથાઓ દ્વારા સ્પષ્ટ સમજાવ્યું છે. આ પ્રમાણે આ પૂર્વગતનું સ્વરૂપ છે. (૩)
શ્રી નન્દી સૂત્ર
૨૫૮