SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપે ન હોવું” છે. હવે તે તે રૂપે નહીં હોવા રૂપ એ જ નાસ્તિત્વ છે તે પદાર્થમાં પ્રતીત જ છે. તેથી તે વસ્તુને જ ધર્મ છે. જે વસ્તુને ધર્મ હોય છે તે એકાન્તત અભાવરૂપ-તુચ્છભાવરૂપ માની શકાતું નથી. વિવક્ષિત પદાર્થ તે તે રૂપવાળે નથી એવું જે કહેવામાં આવે છે તે ભિન્ન ભિન્ન પર પર્યાયની અપેક્ષાએ જ કહેવાય છે. એટલે કે ઘડામાં પટરૂપતા નથી એવું જે કહેવાય છે તેનું તાત્પર્ય એ છે કે પટાદિગત જે પર્યાય છે તે ઘડામાં નથી. તે કાગણે તે પર્યાય અપેક્ષિત થઈને ઘડામાં અભાવરૂપે પ્રતિપાદિત કરાય છે. એ જ પરપર્યાયને ત્યાં નાસ્વિરૂપ સંબંધ છે. એ નાસ્તિત્વરૂપ અભવન તે તે પર્યાયની અપેક્ષા વિના બનતું નથી, તે કારણે તે તે પર્યાયની આવશ્યકતા રહે છે. આ રીતે એ પર્યાયે તે વિવક્ષિત પદાર્થની સ્થિતિમાં ઉપયોગી થાય છે તે કારણે તે તેની છે ? એ વ્યપદેશ થાય છે. આ પ્રકારની માન્યતામા–વિવક્ષામાં પટ પણ ઘટને પરપર્યાયના સંબંધથી સંબંધી થઈ જાય છે. કારણ કે પટની અપે. ક્ષાએ ઘટમાં પટરૂપતાના અભાવને સદ્દભાવ જોવા મળે છે. લેકમાં પણ ઘટપટ આદિ પદાર્થોને પરસ્પરમાં અન્યોન્યાભાવને લીધે સંબંધી રૂપે કહે જ છે. (૧) અને એ પરપર્યાયે વિવક્ષિત પદાર્થની સંબંધી તે કારણે પણ મનાય છે કે તેઓ સ્વપર્યાયની વિશેષણ હોય છે. “જે પર્યાય જે પદાર્થની સ્વપર્યાના વિશેષણરૂપે હોય છે તેઓ તે પદાર્થની સંબંધી છે .” એમ મનાય છે. જેમ રૂપાદિક ઘડાની પર્યાય મનાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે એ પરપર્યાયે સ્વપર્યાની સ્થિતિ થવામાં વિશેષણરૂપે વ્યવહત થયા કરે છે, તે કારણે તેમને વિવિક્ષત પદાર્થોની સંબંધિની માની લેવામાં આવે છે. જેમ રૂપાદિક પર્યાય ઘટની સ્થિતિમાં વિશેષણરૂપે હોય છે અને તે તેની સંબંધી મનાય છે. વિશેષણરૂપે હોવાનું તાત્પર્ય એ છે કે–સ્વપર્યાયમાં જે આ સ્વશબ્દ છે તે “પર” એ શબ્દની અપેક્ષાવાળે છે સ્વની કીમત “પર” એના ઉપર રહી છે. “પર” શ્રી નન્દી સૂત્ર ૨૧૬
SR No.006474
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nandisutra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy