SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ થઈ જાય છે, એક સમયથી માંડીને અસંખ્યાત સમય સુધીના શબ્દપુદ્ગલ એવાં છે જે તેના અર્થાવગ્રહ રૂપ જ્ઞાનનું કારણ થતાં નથી, પણ અંતિમ સમયમાં જ તે અર્થાવગ્રહરૂપ જ્ઞાનનું કારણ બને છે, તેથી એક સમયનાં તે શબ્દપુદ્ગલથી માંડીને અસંખ્યાત સમય સુધીના એ જેટલાં શબ્દપુદ્ગલ છે તે સ્પષ્ટ પ્રતિભાસજનક હેઈ ન શકવાને કારણે વ્યંજનાવગ્રહરૂપ જ છે. જે અતિમ શબ્દપુગલના ગ્રહણથી સ્પષ્ટ જ્ઞાન થયું છે તે અન્તિમપુલ જ અર્થાવગ્રહનું જનક થયું છે. તેને કાળ એકસમયને છે. તે પરમગીઓનાં જ્ઞાનને વિષય છે. વ્યંજનાવગ્રહને જઘન્ય સમય આવલિકાના અસંખ્યાતમાં ભાગને છે; તથા ઉત્કૃષ્ટ રૂપથી સંખ્યાતઆવલિકા પ્રમાણ છે. તે સંખ્યાતઆવલિકાઓ પ્રાણાપાનપૃથકત્વ એટલે કે બેથી નવ સુધી ઉવાસ-નિઃશ્વાસપરિમિતકાલ–પ્રમાણવાળી સમજવી જોઈએ. વ્યંજનાવગ્રહને આ ખુલાસો પ્રતિબાધકના દષ્ટાંતથી થયે. હવે મલકનાં દષ્ટાંતથી તેનું સ્પષ્ટીકરણ કરે છે – તે િત મા િળે ? ” ઈત્યાદિશિષ્ય પૂછે છે હે ભદન્ત ! મલ્લક દષ્ટાંતનું શું સ્વરૂપ છે ? ઉત્તર-મલકદષ્ટાંત આ પ્રમાણે છે-જેમકે કઈ પુરુષ કુંભારના નિભાડામાંથી એક નવુંશકેરૂં લાવે અને તેમાં પાણીનું એક ટીપું નાખે; પણ તે પાણીનું એક ટીપું તેના પર નાખતા જ નાશ પામે છે, કારણકે તે તદ્દન સૂકું હોય છે. એ જ પ્રમાણે તેમાં પાણીનું બીજું ટીપું પણ નખાતા તેને પણ નાશ થાય છે. આ રીતે વારંવાર નખાતા તે પાણીના ટીપાઓમાંથી કઈ એક ટીપું એવું હોય છે કે જે તે શકરાને ભીનું કરે છે. તથા કઈ ટીપાં એવાં હોય છે કે જે તેમાં ટકે છે. કેઈ ટીપાં એવાં હોય છે કે જે તેને ભરી દે છે. કેઈ ટીપાં એવાં હોય છે કે જે તે શકરાને છલકાવી નાખે છે. એજ પ્રમાણે પ્રક્ષિપ્યમાણુ–ભરાઈજનારાં અનંતપુદ્ગલથી જ્યારે તે શ્રોત્રેન્દ્રિયરૂપ ઉપકરણેન્દ્રિય ભરાઈ જાય છે ત્યારે તે સૂતેલે માણસ “હું” એ શબ્દ બેલીને, એટલે કે અર્થાવગ્રહરૂપ જ્ઞાનવડે નામ, જાતિ આદિની કલ્પનાથી રહિત જ તે અર્થને જાણે છે, પણ તે એ નથી જાણતા કે આ શબ્દ શે છે? ત્યારબાદ જ્યારે તે ઈહાજ્ઞાનમાં પ્રવિષ્ટ થાય છે ત્યારે જાણી જાય છે કે આ અમુક શબ્દ જ છે”. ત્યારબાદ વિશેષ નિર્ણય કરવાને માટે તે અવાયમાં પ્રવિષ્ટ થાય છે ત્યારે તે તેનાથી પરિચિત થઈ જાય છે. ત્યારબાદ તે જ્યારે ધારણાને શ્રી નન્દી સૂત્ર ૧૭૧
SR No.006474
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nandisutra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy