SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ શરીરના અનુગ્ર અને ઉપઘાત પોતે જ કરી શકે છે. જેમ ઇચ્છિત આહાર શારીરિક પુષ્ટિ કરે છે અને અનિષ્ટ આહાર હાનિ કરે છે એજ પ્રમાણે મન પણ ઈચ્છિત પુદ્દગલાથી ઉપચિત થઈને હર્ષાદિકનું કારણ થઇને શરીરની પુષ્ટિ કરે છે, તથા અનિષ્ટ પુદ્ગલેાથી ઉપચિત થઈ ને શેકાદિ ચિન્તાનુ કારણુ થઈ ને શરીરને હાનિ કરે છે, તે કારણે મન પણ વિષયકૃત અનુગ્રહ ઉપઘાતના અભા— વવાળુ હાવાથી અપ્રાપ્યકારી છે. એ વાત સિદ્ધ થાય છે, << બૌદ્ધોનુ એવુ કહેવુ છે કે ચક્ષુ, શ્રાત્ર, અને મન એ ત્રણે અપ્રાપ્યકારી છે' તા ચક્ષુ અને મન અપ્રાપ્યકારી છે, એ વિષયમાં તે અમારે કોઇ વિવાદ નથી પણ શ્રેત્રને અપ્રાપ્યકારી માનવી તે વાત ઈષ્ટ નથી, કારણ કે અપ્રાપ્યકારી એજ હોઇ શકે છે કે જેમાં વિષયકૃત અનુગ્રહ અને ઉપઘાત હાતા નથી. વિષયકૃત ઉપઘાત અને અનુગ્રહ ચક્ષુ અને મનમાં થતાં નથી તેથી એજ અપ્રાપ્યકારી છે શ્રોત્રેન્દ્રિય નહીં, કારણ કે તેમાં વિષયકૃત ઉપઘાત અને અનુગ્રહ થાય છે. તરતના જન્મેલા બાળકની પાસે જો ઘણા જોરથી ઝાલર વગાડવામા આવે, તે તેનાં કાન બહેરા થઈ જાય છે. એજ પ્રમાણે વિજળી પડવાને સમયે, જે વ્યક્તિએ તેના પતનના સ્થાનની નજીકની જગ્યાએ હાય છે, તેમના કાનમાં તેના કડાકા સાંભળવાથી ખહેરાશ આવી જાય છે. જેમ પાણીમાં તેનાં માજાએ ઉત્પત્તિ સ્થા નથી માંડીને કિનારા સુધી ફેલાતાં ફેલાતા આવે છે. એજ પ્રમાણે શબ્દના પરમાણુ પણુ ઉત્પત્તિ સ્થાનથી લઇને સાંભળનારના કાન સુધી ફેલાતાં ફેલાતાં આવે છે. તેથી શ્રોત્રેન્દ્રિયમાં એ શબ્દ દ્વારા ઉપધાત થાય છે, તેથી વિષયકૃત ઉપઘાત હાવાથી શ્રોત્રેન્દ્રિય પ્રાપ્યકારી સિદ્ધ થાય છે. શકા—જો શ્રાÀન્દ્રિય દ્વારા ગંધ ગ્રહણ કરતા તે ગંધમાં દૂર રહેલ વગેરેના ભેદ વ્યવહાર થતા નથી, એજ પ્રમાણે શબ્દમાં પણ એ ભેદ વ્યહાર હોવા ન જોઈ એ. કારણ કે તે તે પ્રાપ્તને જ ગ્રહણ કરે છે, પ્રાપ્ત થયેલ પદા નજીકમાં જ હોય છે, તા પછી આ વ્યવહાર હાવામાં ત્યાં વિરોધ કેમ નહીં આવે ? પણુ શબ્દમાં દૂર રહેલ આદિના ભેદ વ્યવહાર લેાકમાં થતા જોવામાં આવે છેજ. લાકો કહે છે કે-આ દૂરના શબ્દ સભળાઈ રહ્યો છે, આ નજીકના શબ્દ સંભળાઇ રહ્યો છે. વળી–શ્રોત્રેન્દ્રિય પ્રાપ્ત થયેલ શખ્સને ગ્રડુણ કરે છે એવુ માનવામાં આ એક બીજી મુશ્કેલી પણ નડે છે કે શબ્દ જે ચાંડાળના મુખમાંથી નીકળીને અમારા કાને પડશે તે। શ્રોત્રેન્દ્રિયમાં અસ્પૃશ્યતા આવી જશે, કારણ કે તેણે ચાંડાળના અસ્પૃશ્ય શબ્દને ગ્રહણ કર્યા છે, તેથી તે ચાંડાળના સ્પર્શ થવાના દોષથી મુકત કેવી રીતે માની શકાશે ? ઉત્તર—શ્રોત્રેન્દ્રિયમાં આપ્રાપ્યકારિતાની માન્યતા મહામહના એક વિલાસ છે, કારણ કે આ જે ક ંઈ કહેવાયું છે તે વિચાર્યા વિનાજ કહેવાયુ છે. પ્રાપ્ય શ્રી નન્દી સૂત્ર ૧૫૩
SR No.006474
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nandisutra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy