________________
મતિજ્ઞાનનુ' કારણુ મતિજ્ઞાનાવરણીય કમના ક્ષયાપશમ, તથા શ્રુતજ્ઞાનનુ કારણ શ્રુતજ્ઞાનાવરણીય કા ક્ષયે પશમ છે. આ આવરણના તફાવતને લીધે પણ એ મન્નેમાં ભિન્નતા છે. । ૭ । સૂ. ૨૪ ॥
જે રીતે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં કાર્ય કારણભાવને લીધે ભેદ દર્શાવાયા છે, એજ રીતે સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિના પરિગ્રહ (સ્વીકૃતિ ) ના ભેદથી એ બન્નેમાં સ્વરૂપતઃ પણ ભેદ છે, એ વાતને સૂત્રકાર બતાવે છે
.
અવિશ્લેસિયા મ ” ઈત્યાદિ.
મતિજ્ઞાન મત્યજ્ઞાનયોઃ શ્રુતજ્ઞાન શ્રુતાજ્ઞાનયોૠ વર્ણનમ્
વિશેષ સ્વામી દ્વારા ગ્રહણ કરવાની અપેક્ષાએ અવિશેષિત મતિ મતિજ્ઞાન અને મત્યજ્ઞાન, એ અન્ને રૂપ માનવામાં આવી છે. એટલે કે સમ્યગ્દૃષ્ટિ મિથ્યા દૃષ્ટિની વિવક્ષા ન કરીને સામાન્યરૂપે વિવક્ષિત મતિ બન્ને પ્રકારને દર્શાવે છે, પણ જ્યારે મતિમાં સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ દ્વારા પરિગૃહીત થવાની અપેક્ષાએ વિશેષતા આવે છે ત્યારે એજ મતિ જો સભ્યષ્ટિ દ્વારા પરિગૃહીત હાય તે તે મતિજ્ઞાન કહેવાય છે, અને જો તે મિથ્યાર્દષ્ટિરૂપ સ્વામી વિશેષથી પરિગૃહીત હાય તા એજ મતિ મતિઅજ્ઞાનરૂપ મનાય છે. સમ્યગ્દષ્ટિની મતિ મતિજ્ઞાન તે કારણે મનાય છે કે તે યથાવસ્થિત અને ગ્રહણ કરનારી હેાય છે તથા નિશ્ચયનયને સાધ્ય મનાવીને તેના અનુસાર પેાતાના કાર્યોની સાધિકા થાય છે. આ દૃષ્ટિ દ્વારા વ્યવહાર ધર્મના લેાપ કરાતા નથી પણ લક્ષ્ય કોટિમાં નિશ્ચય નય રહે છે. મિથ્યાદષ્ટિની મતિ મતિઅજ્ઞાનરૂપ તે કારણે માનવામાં આવી છે કે તે એકાન્તનુ અવલંબન કરીને વસ્તુનુ પ્રતિપાદન કરે છે, તેથી તેના વડે યથાવસ્થિત અથ ગ્રહણ થતા નથી. યથાસ્થિત અથ ગ્રહણના અભાવે તે મતિ તત્ત્વવિચારણારૂપ ફળથી રહિત હાય છે.
શ્રી નન્દી સૂત્ર
૧૩૦