SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ અથવા કેઈએ કડવાં વચને કહ્યાં હોય તે પણ કેઈવાર તેના પર રોષ નહિ કરવાવાળા સૂત્રોના જ્ઞાનથી પરિપૂર્ણ અને વિનયી હોય છે. તાત્પર્ય એ છે કે – આચાર–સમાધિમાં તત્પર મુનિ અનેક ગુણ પ્રાપ્ત કરી લીએ છે. વિચાર” પદથી એ પ્રગટ કર્યું છે કે વીતરાગનાં વચને વિના બીજાનાં વચનોથી આત્માનું કલ્યાણ થઈ શકતું નથી. અનિંતિને” પદથી સમ્યજ્ઞાન અને સમ્યક ચારિત્ર “ગાયાદિ પદથી ઈનિદ્રિના દમન વિના આચાર પાલનમાં અસમર્થતા અને “મારાંધણ પદથી ગુરુના અભિપ્રાયથી વિમુખ વ્યકિતનું આત્મ-કલ્યાણ થતું નથી એ પ્રગટ કર્યું છે. પ્રથમ કહેલી આચારસમાધિ, વિધિરૂપથી સમસ્ત અનર્થોનું નિવારણ કરવા વાળી, તથા સર્વ મનેરથાને સિદ્ધ કરવા વાળી, છે, એ માટે શ્રેષ્ઠ હેવાના કારણે વિવરણ પદથી પ્રથમ કહેવામાં આવી છે. કેઈ પણ પ્રકારની કામના વિના કરવામાં આવતાં ત્રણ ભેદ “પનિંતિને ઈત્યાદિ અનેક પદો દ્વારા પ્રતિપાદિત કરવામાં આવ્યા છે. [૫] હવે સર્વ સમાધિઓના ફળને બતાવે છે - ગમrg ઈત્યાદિ. મન, વચન અને કાયાથી શુદ્ધ સત્તર પ્રકારના સંયમમાં મનને સ્થિર રાખવા વાળા સાધુ, વિનયસમાધિ. શ્રતસમાધિ તપસમાધિ, અને આચારસાધિને જાણી મહાન ફળને ઉત્પન્ન કરનાર હોવાથી મહાહિતકારી, સુખદાયક, તથા રાકલ કર્મોથી રહિત મેક્ષ પદને પ્રાપ્ત કરે છે. અર્થાત્ પિતાના આત્માને મુક્ત બનાવે છે. “કુવિમુહો પદથી મુનિની રાગ-દ્વેષ રહિત વૃત્તિ મુસાફિંગપગો પદથી અખંડ સમાધિની સૂચના કરવામાં આવી છે. વિકટ' વિશેષણથી મેક્ષમાં અનન્તચતુષ્ટય, “દિ પદથી મોક્ષાર્થિઓનું અભિલાષાપણું, “પુEવાં પદથી દુખનો સર્વથા નાશ “ પદથી સકલ ઉપદ્રવથી રહિતપણું પ્રગટ કર્યું છે. [૬] નામMIણ ઈત્યાદિ. વિનયસમાધિની આરાધના કરવા વાળા સાધુ, જન્મ અને મરણના બધથી મુક્ત થઈ જાય છે. નર-નારકી આદિ કર્મ જન્મ પયયેને ત્યજી દે છે. અને કર્મોને નાશ કરી, પુનરાગમનરહિત મને પ્રાપ્ત થઈ સિદ્ધ થઈ જાય છે. અથવા થોડા કર્મ શેષ રહી જતાં ઉપશાન્તકામવિકાર વાળા દ્વિધારી અનુત્તર વૈમાનિક દેવ થાય છે. (૭) શ્રી સુધમ સ્વામી જખ્ખ સ્વામીને કહે છે–હે જખૂ! ભગવાન પાસેથી મેં જેવું સાંભળ્યું છે તેવું જ તને કહ્યું છે. ઈતિ વિનયસમાધિનામક નવમાં અધ્યયનને એ ઉદેશ સમાપ્ત થયે. ઈતિ નવમું અધ્યયન સમાપ્ત થયું. શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨
SR No.006468
Book TitleAgam 29 Mood 02 Dashvaikalik Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages77
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy