SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ આપીને ઉન્નત–ઉચ્ચ મનાવે છે. જેવી રીતે માતા-પિતા પેાતાની પુત્રીઓને (કન્યાઓને) ગુણુ અને વયમાં વધારીને મેટાં થતાં વજ્ર ઘરેણાં અને વાહન સાથે ધર્મ પારાયણ વખાણવા લાયક ઘરમાં ચેગ્ય પતિને સોંપે છે. તેવીજ રીતે ગુરુ પણુ, વય અને મૂલેાત્તર ગુણથી વધારીને લજ્જારૂપી વસ્ત્ર તથા ક્ષમા, આવ, વિનય, સ ંતાષ, આદિ ઘરેણાથી, જ્ઞાનઆદિ રત્નાંથી સન્માન કરીને આચા પદ પર પ્રતિષ્ઠિત કરે છે, જે તપસ્વી, જિતેન્દ્રિય, તથા સત્યપાલક શિષ્ય, પૂજ્ય આચાર્ય અને પેતાથી દીક્ષામાં મેટાનું સન્માન કરે છે—તેજ પૂજનીય થાય છે (૧૩) ‘તેસિઁ’ઇત્યાદિ— જે સાધુ તે ગુણ્ણાના સમુદ્ર આચાર્ય તથા રત્નાધિકના ધર્માંપદેશવાળાં વાકયા સાંભળીને પાંચ મહાવ્રતનું પાલન કરવામાં સાવધાન, મન, વચન અને કાય આ ત્રણ ગુપ્તિસ્મેના આરાધક તથા ક્રોધ આદિ ચાર કષાયેાથી રહિત હાય છે તે પૂજનીય થાય છે. ‘મુળસારા”” આ વિશેષણથી એ પ્રગટ કરવામાં આવ્યું છે કે તેમના ઉપદેશ સમસ્ત સદ્ગુણેના પ્રકાશક, તથા આત્માને પરમ કલ્યાણકારી છે, ‘મુળી’ પદથી ગુરુની આજ્ઞાનું પાલન, ‘પંચર પદથી સાવદ્ય ક્રિયાથી ભય રાખવા ♦ તિવ્રુત્તે પદથી આત્માના વિશુદ્ધ અધ્યવસાય અને ‘વસાવાવ ૫૬ પદથી માસ્રવને નિવૈ!ધ પ્રગટ કયેર્યાં છે. (૧૪) 1 ઉપસંહાર કરતાં કહે છે ;—‘મુમિદ’- ઇત્યાદિ–મુનિ, ગુરૂ-આચાર્ય તથા રત્નાધિકની સતત સેવા કરીને નિર્ધન્થ પ્રવચનનું રહસ્ય સમજીને અતિથિરૂપથી આવેલા સાધુઓનીપરિચર્યાં–સેવામાં પ્રવીણ થઈને પૂર્વભવમાં ઉપિ ત જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોના ક્ષય કરીને અનુપમ પ્રકાશમાન અર્થાત્ અનન્ત કેવલજ્ઞાન રૂપી તેજથી પ્રકાશિત સિદ્ધગતિને પ્રાપ્ત કરે છે. ‘ગમિયમ સહે’ પદથી ઉત્કૃષ્ટ વિનય સૂચિત કર્યાં છે. (૧૫) સુધર્મા સ્વામી જમ્મૂ સ્વામીને કહે છે હે જમ્મૂ ! ભગવાન મહાવીરે જે પ્રમાણે કહ્યું છે તેવી રીતે મેં તમને કહ્યું છે. ઇતિ વિનય સમાધિ નામક નવમા અધ્યયનના ત્રીજો ઉદ્દેશક સમાપ્ત થયે. ચેાથા ઉદ્દેશક ‘મુખ્ય મે’ ઇત્યાદિ—સુધર્માં સ્વામી જમ્મૂ સ્વામીને કહે છે-હે આયુષ્મન! ત્રણ લેકમાં પ્રસિદ્ધ અતિમ તીર્થંકર ભગવાન્ માન સ્વામીએ આ પ્રમાણે કહ્યું છે મેં ભગવાન પાસે જે સાંભળ્યુ છે. એ પ્રવચનમાં પરમઐશ્વર્ય વાન્ગુણ-ગણુ ગરિષ્ઠ સ્થવિર ભગવાને-વિનયસમાધિના ચાર સ્થાન નિરૂપણ કરેલાં છે. અર્થાત શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨ ૫૭
SR No.006468
Book TitleAgam 29 Mood 02 Dashvaikalik Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages77
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy