SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ એના વિષયમાં દયાન કરવું નહિ, કારણ કે બધાં કામ-રાગને વધારનારાં છે. (૫૮) વિકુળ ઈત્યાદિ. સાધુ જિનશાસનથી સારી પેઠે જાણી લે કે-શબ્દાદિ વિષયેનાં પુશલ અનિત્ય છે. સદા એક પર્યાયથી બીજા પર્યાયમાં પરિવર્તિત થતાં રહે છે, સ્થાયી નથી. એમ જાણીને એ મનેજ્ઞ વિષયોમાં રાગ ન કરે અને અમને નેક્સમાં દોષ પણ ન કરે. શબ્દાદિ વિષયેની સાથે ઈદ્રિયને સંબંધ થઈ જાય તે તેમાં આસકિત ન કરે. તેમાં મગ્ન ન થાય. અનિત્ય વિષયમાં કરેલો રાગ પરિણામે દુઃખદાયીજ બને છે. એમ સમજીને તેમાં રાગ ન કરે પિતાનું શરીર તથા શબ્દાદિ વિષય નશ્વર છે તેથી તેના નિમિત્ત ઉત્પન્ન થનારું સુખ પણ નશ્વર છે. (૫૯) vોજાઈ. ઈત્યાદિ. સાધુ શબ્દાદિ વિષયનાં પુદ્ગલેનું વિનશ્વરતા રૂપ પરિણામ જાણીને, અથવા એમ જાણીને કે જે પુદગલ એક સમયે ઈષ્ટ હોય છે તેજ બીજે સમયે અનિષ્ટ બની જાય છે અને જે એક સમયે અનિષ્ટ હોય છે તેજ બીજે સમયે ઈષ્ટ બની જાય છે, એ વિષયોમાં તૃષ્ણ (લાલસા) ને ત્યાગ કરીને ક્રોધ આદિ કષાયરૂપી અગ્નિની ઉપશાન્તિથી પ્રાપ્ત થએલા યુકત આત્માની સાથે વિહાર કરે. અર્થાત્-પુદ્ગલેના સ્વભાવનું સ્મરણ કરવાથી ઉત્પન્ન થએલા વૈરાગ્યની સાથે સંયમ માર્ગમાં વિચરે. (૬૦) ના સંદ્ધા, ઈત્યાદિ. સાધુ જે શ્રદ્ધા ભાવનાની સાથે ગૃહસ્થાવાસને ત્યાગ કરીને દીક્ષિત થઈ સર્વશ્રેષ્ઠ સર્વવિરતિ રૂપ પદને પ્રાપ્ત થયે, એ શ્રદ્ધાને તીર્થ કર પ્રણીત મૂલ ગુણે અને ઉત્તર ગુણોમાં પાલન કરે. અર્થાત્ મૂલ ગુણો અને ઉત્તર ગુણેની રક્ષા કરનારી તથા તેમને વધારનારી એ શ્રદ્ધાને યત્નપૂર્વક વધારો રહે તાત્પર્ય એ છે કે-જે ઉત્કૃષ્ટ પરિણામથી ચારિત્ર ગ્રહણ કર્યું હતું, તે ઉત્કૃષ્ટ પરિણામથી યાજજીવન એનું પાલન કરે. (૬૧) ત વિ. ઈત્યાદિ. જેમ શૂરવીર પુરૂષ ચતુરંગ સેનાને સાથે લઈને પિતાના અસ્ત્રશસ્ત્રોથી શત્રુઓને હટાવી દે છે, તેમજ અનશન આદિ તપ, જીવનિકાયની સુરક્ષારૂપ સંયમ. વાચના, પૃચ્છના, આદિરૂપ સ્વાસ્થયને સદા આચરવામાં તત્પર એવે સાધુ પૂર્વોક્ત તપશ્ચર્યા આદિ અસ્ત્રોથી જ્ઞાનાવરણ આદિ કર્મ શત્રુઓને જીતવામાં, તથા પરનું કલ્યાણ કરવામાં સમર્થ બને છે તપશ્ચય કર્મોને નાશ કરવાને માટે અસ્ત્રની સમાન છે, તેથી તેને અજ કહેવામાં આવ્યું છે. સમરસના પદને બીજો અર્થ છે સમાધિ અર્થાત જેમ શૂરવીર પિતાની સેનાની સહાયતાથી શત્રુઓને પરાસ્ત કરીને યુદ્ધ સમાપ્ત કરી નાખે છે, તેમ સાધુ તપશ્ચર્યાદિ સેનાથી અષ્ટવિધ કર્મરૂપી રિપુઓને પરાસ્ત કરીને છેડેલા રણ (સંગ્રામ) ને સમાપ્ત કરી નાંખે છે. અર્થાત-સાધુઓનાં તપ-સંયમજ કર્મ શત્રુઓને નાશ શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨ ૪૨
SR No.006468
Book TitleAgam 29 Mood 02 Dashvaikalik Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages77
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy