SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ના બોલવામાં ખલના થવાની સંભાવનાજ નથી થતી, કારણ કે તે સર્વ સંશનું સમાધાન કરનારા. જિન સમાન, સકલવા મયના જાણકાર અને જિન ભગવાનની પેઠે પ્રશ્નોને સ્પષ્ટ ઉત્તર આપનારા હોય છે. પરંતુ દષ્ટિવાદ ભણતી વખતે કદાચિત એમની વાણીમાં ખલન થવાની સંભાવના રહે છે. એ વર્તમાન અર્થવાળા “શનર પ્રત્યયથી જાણી શકાય છે. (૫૦) નવર૦ ઇત્યાદિ. મુનિ, અશ્વિની આદિ નક્ષત્ર, શુભ યા અશુભ સ્વપ્ન વાળાં ફળ, વશીકરણ, યા આકર્ષણ આદિ યોગ, ભૂત યા ભવિષ્ય કાળના કથનરૂપ નિમિત્ત, ભૂતપ્રેતાદિને મંત્ર, અતીસાર આદિ કઈ પ્રકારના રેગ ને પ્રતિકાર કરનારી ઔષધી વધુ ગૃહસ્થને બતાવે નહિ બતાવવાથી આરંભ સમારંભ આદિને સંભવ છે. જે કોઈ ગ્રહસ્થ, સાધુને પૂછે તે પણ સંયમને ભંગ થવાના ભયથી નક્ષત્રનું ફળ આદિ કહેવાં જોઈએ નહિ. (૫૧) મ. ઈત્યાદિ. સાધુ, બીજા (ગૃહસ્થાદિ)ને માટે બનાવેલી, ઉચ્ચાર પ્રસવણની ભૂમિથી યુક્ત, સ્ત્રી, પશુ, અને ઉપલક્ષણથી નપુંસક રહિત એવા ઉપાશ્રય તથા નિરવદ્ય શવ્યા, આસન આદિને સંયમ યાત્રાના નિર્વાહ માટે સ્વીકારે. અર્થાત્ જેમાં સ્ત્રી પશુ નપુંસક ન રહેતાં હોય, તથા ઉચ્ચાર પ્રસવણને માટે સ્થાન હોય એવા ઉપાશ્રયને, તથા નિરવ શા આસન આદિને સાધુ અંગીકાર કરે કે જે સાધુને માટે બનાવેલાં ન હોય. જેમ કે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાને ફરમાવ્યું છે કે “જે વસતિ-ઉપાશ્રય) એકાન્તમાં હોય, પશુ પંડકેથી અનાકર્ણ અને સ્ત્રીઓથી રહિત હોય, એવી વસતિનું સાધુ પિતાના બ્રહ્મચર્યની રક્ષાને માટે સેવન કરે (પર) ૧ ત્યાં સ્ત્રીઓને નિવાસ ન હોવાથી વિવિ, પ્રયજન વશ પણ સ્ત્રીઓની આવજા ન હોવાથી અનાકર્ણ, અકાળે પ્રવૃત્તિ કરનારી, વંદન ધમકથા શ્રવણ આદિને માટે આવનારી સ્ત્રીઓથી રહિત, તથા નપુંસક અને વિશ્વ આદિ પુરૂષથી રહિત એવા સ્થાનનું સાધુઓએ બ્રહ્મચર્યની રક્ષાને માટે સેવન કરવું જોઈએ. આ વ્યાખ્યા વિવિત્તા ઈત્યાદિ. વસતિ (ઉપાશ્રય) એકાન્તમાં હોય અર્થાત્ સ્ત્રી પશ નપુંસકથી રહિત અને બીજાને માટે બનાવેલી તથા નિર્દોષ હેવી જોઈએ, અને અહી પ્રકરણને અનુસાર કરવામાં આવી છે. બીજી જગ્યાએ પ્રકરણ આદિને અનુસાર જ સમજવી જોઈએ. કહ્યું છે કે અર્થ, પ્રકરણ, લિંગ ઔચિત્ય, દેશ અને કાળની વિશેષતાથી શબ્દના અર્થમાં ભેદ પડી જાય છે, કેવળ શબ્દથી જ નહિ. શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨ ૪૦
SR No.006468
Book TitleAgam 29 Mood 02 Dashvaikalik Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages77
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy