SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ હવે વાયુકાયની ચતના કહે છે :- તાજિયà૦ ઈત્યાદી. સાધુ પાતાના શરીરને તથા અન્ય દૂધ આદિને તાડપત્ર (૫ખા)થી અથવા વિજળી આદિના કોઇ પ્રકારના પણ પંખાથી, કમળના પાંદડાથી વૃક્ષની ડાળી પરથી તૂટેલી પાંદડાવાળી નાની ડાંખળીથી ઠંડકની પ્રાપ્તિને માટે વીઝે નહિ, અર્થાત્ વાસુકાયને ઉત્પન્ન કરે નહિ. (૯) હવે વનસ્પતિકાયની યતના કહે છે તારવું ઇત્યાદિ. સાધુ દાભડા, કાશ, આદિ ઘાસને તથા આંખે આદિ વૃક્ષાને, કોઇ વૃક્ષાદિનાં મૂળ ચા મૂળને હાથથી ચા હથિયારથી છેકે નહિ; અને શાલિ (ડાંગર) આદિ સચિત્ત વનસ્પતિને લેવાની વાત તેા શી, પણુ મનથી પણ લેવાની ઇચ્છા કરે નહિ. (૧૦) ગળેનુ ઇત્યાદી. ગહન વન ઉદ્યાન આદિમાં, જ્યાં ડાંગર, ઘઉં, આદિ પડેલ હાય, એ સ્થાનામાં અને દ પાંદડાં આદિ લીલેાતરી પર, ઉદક નામની વનસ્પતિપર, છત્રાક (સાપછત્રી) વનસ્પતિપર, અથવા કીડીનગર (કીડીઓના રાડા) પર તથા લીલકૂલ પર કદાપિ ઉભા રહેવું નહિ. ઉપલક્ષણથી એમ પણ સમજી લેવું કે આવવું-જલું ઉઠવું-બેસવું આદિ કઇ પણ ક્રિયા એની ઉપર કરવી નહિ. ગાન વનમાં પ્રવેશવાથી સંઘટાઅદિ દોષ લાગવાની આશંકા રહે છે, તેથી ત્યાં પણ મુનેિ યતનામાં સાવધાન રહે. (૧૧) ત્રસકાયની યતના કહે છે-તમે પાળે ઇત્યાદિ. વચન અને કાયાથી તથા કાયામાં અંતત હાવાથી મનથી પણ અર્થાત્ ત્રણ કરણ અને ત્રણ ચેગથી દ્વીન્દ્રિયદિ ત્રસ પ્રાણીએની હિંસા સાધુ ન કરે. તેથી સમસ્ત પ્રાણસ્મામાં રાગદ્વેષ રહિત થઇને ત્રસ સ્થાવર જીવરૂપ જગતને જુએ, વિચારે, કે−‘આ જીવે કર્માંને વશ થઈને નરક તિય ચ આદિ ગતિને પામીને ઇષ્ટ વિયોગ અનિષ્ટ સંવેગ આદિ નિમિત્તોથી કલેશના સમુદ્રમાં વહેતાં કદાપિ વિશ્રાન્તિ પામતા નથી. આ સંસાર પરિણામે દુ:ખરૂપ તથા અનિત્ય છે. એ પ્રમાણે વિચારે. એવા વિચાર કરનારથી વૌરાગ્ય વધે છે. તાત્પર્ય એ છે કેસાધુએ સંસારસાગરથી પાર ઉતારવાને માટે નૌકાની સમાન અનિત્ય અશરણુ આદિ ખાર ભાવના ભાવવી જોઇએ. (૧૨) અનુદુમાદ્' ઇદિ. સંયમી (સાધુ) આગળ કહેવામાં આવનારાં આઠ સુક્ષ્માને જાણીને જીવદયા પાળવાના અધિકારી ( ચેમ્યતાવાંળા ) મને છે. એનું સમ્યક્ પ્રકારે નિરીક્ષણ કરીને ખેસે, ઉભું રહે અને શયન કરે. (૧૩) શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨ ૩૧
SR No.006468
Book TitleAgam 29 Mood 02 Dashvaikalik Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages77
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy