SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ તે તેના માટે નિયમ કરી આપેલ છે કે બેથી વધારે વાર માયાસ્થાન સેવનથી ભિક્ષુ શખલ દોષના ભાગી મને છે. (સૂ॰ ૧૦) 6 ભાવયિત્વિક ' ઇત્યાદિ. અગારના અર્થ થાય છે ઘર. ઘરની સાથે જે રહે છે તે સાગાર કહેવાય છે અર્થાત્ સાગારના અથ થાય છે ગૃહપતિ જે સાધુઓને માટે નિવાસ કરવાનું સ્થાન આપે છે. તેના સંબંધીપિંડ સાગારિકર્પિડ કહેવાય છે. અર્થાત્ સાગારિકર્પિડનો અર્થ શય્યાતરપિંડ થાય છે. એવા ચાર પ્રકારનાં અશનની તથા ઉપલક્ષણથી વસ્ત્ર પાત્ર આદિની સેવનાથી શખલ દોષ લાગે છે. આશય એ છે કે–જે ઉપાશ્રયમાં અથવા સ્થાનમાં સાધુ રહે છે તેના સ્વામીના ઘેરથી અશન આદિ તથા વજ્ર આદિ ન લેવા જોઇએ. જો તેનાજ ઘેરથી આહાર આદિની યાચના કરવામાં આવે તે સાધુને મકાન દેવાથી પણ તેનું મન હટી જાય છે, તથા વિચાર કરે છે કે–સ્થાન આપ્યું તે આહાર પણ મારે દેવા પડશે. એ પ્રકારના દોષ જોઇને ભગવાને શય્યાતરપિંડના નિષેધ કર્યા છે. અહીં શંકા થાય છે કે—જે મનુષ્યમાં ભકિતભાવ ન હાય તેની પાસેથી કાંઇ ગ્રહણ ન કરવું ચેગ્ય છે. પરંતુ જે ભકિતભાવપૂર્વક સાધુઓને આપે છે તેની પાસેથી લેવામાં શુ દોષ છે ? (૮ સમાધાન એ છે કે કોઇપણ નિયમ સર્વસાધારણ હાય છે. આથી ભકિતભાવથી દેનારના હાથથી ગ્રહણ કરવાથી બીજા મનુષ્યના હૃદયમાં વૈમનસ્ય ઉત્પન્ન થાય છે જેમ કે–કાઇ ધનિકને ઘેર આવેલા સાધુના મનમાં વિચાર થાય કે આ નિક અને અન્ન પાન દેતેા નથી હું અહીં કેમ આવ્યા ” ઇત્યાદિ અનેક સંકલ્પવિકલ્પથી દ્વેષની ઉત્પત્તિ થાય છે. તેથી શય્યાતરના ઘેરથી આહાર આદિનું ગ્રહણ કરવું યેાગ્ય નથી શખ્યાતરને ઘેર પીઠ બાજોઠ લક-પાટ પાટલા, શય્યા સસ્તારક ભસ્મ તથા વસ્ત્રસહિત શિષ્ય આદિને ગ્રહ્મણ કરવામાં કોઇ પણ હાનિ નથી. પરંતુ કેશજી ચનને માટે ભસ્મ આદિ તેના ઘરમાંથી ન લેવું જોઇએ લુચન સમયમાં ભસ્મ મેઢામાં પડવાથી શય્યાતરપિંડગ્રહણના દોષ લાગે છે. આ ત્રણકાળના હિતને જોવાવાળા વીતરાગની આજ્ઞા છે. (૧૧) 6 आउट्टिय ए पाणा ૐ ઇત્યાદિ. ‘હું આ કરૂ છુ...' એવું જાણી-બુઝીને ષડ્જવનિકાયની હિંસા જે કરે છે તેને શખલ દોષ થાય છે. અર્થાત્ બુદ્ધિપૂ ક પ્રાણાતિપાત કરવાથી શખલ દોષના ભાગી થાય છે. (૧૨) ‘ગાટ્ટિયાળુ મુસા॰ ’ ઇત્યાદિ. જાણી જોઇને મૃષાવાદ એલવાથી શખલ દોષ લાગે છે. આશય એ છે કે- અહીં પ્રાણાતિપાતની રીતથીજ મૃષાવાદનું વર્ણન કર્યું છે. જેમકે-બુદ્ધિપૂર્ણાંક અસત્ય ભાષણ, સદેહવાળા વિષયને સસદિગ્ધ કહેવું, તથા કીર્તિને માટે વૃથા આડમ્બર કરવા, એ બધાં શખલ દેષ પ્રાપ્ત કરાવે છે. જો કેઇ મુનિ વ્યાખ્યાનને ઉપયેાગી શૈલીથી સૂત્રબ્યાખ્યા કરવામાં શિષ્ય આદિના લાભવશ થને આકુટયા-જાણી જોઇને મૃષાવાદ બોલે છે તે પણ શખલ દોષ લાગે છે. (સૂ॰ ૧૩) ભાટિયાપ તિન્ના॰' ઇત્યાદિ. જાણી જોઇને અદત્તાદાન લેવાથી શખલ 4 શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૧૯
SR No.006465
Book TitleAgam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages125
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy