SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ જેટલી થવા માંડે છે. અને જ્યારે રાત્રિ ૧૮ મુહુર્તની થાય છે ત્યારે દિવસ ૧૨ મુહૂર્તને થવા માંડે છે. ભરતક્ષેત્રમાં જ્યારે ૧૮ મુહૂર્ત પ્રમાણ જેટલો દિવસ હોય છે ત્યારે વિદેહક્ષેત્રમાં ૧૨ મુહૂર્તની રાત હોય છે. અહીં એવી આશંકા ઉદ્ભવી શકે તેમ છે કે જ્યારે ૧૨ મુહૂર્તની રાત પરરાત્રિ અતિકાન્ત-સમાપ્ત થઈ જાય છે તે જ મુહૂર્ત સુધી ક કાળ હોય છે ? તે આ શંકાનું સમાધાન આ પ્રમાણે છે કે મુહૂર્ત ગમ્યક્ષેત્ર અવશિષ્ટ રહે છે ત્યારે ત્યાં સૂર્યના ઉદયમાનની અપેક્ષાએ દિવસ હોય છે. આ કથન સૂર્યોદય અને તેના અસ્તના અંતરને વિચારથી તે મંડળગત દષ્ટિપથ પ્રાપ્તતાના વિચારથી બની જાય છે. શંકા-તે પછી આ જાતના સમાધાનથી સૂર્યને ઉદય અને તેને અસ્ત નિયમિત બની શકતું નથી. એટલે કે અનિયત થઈ જાય છે-તે આવું જ અમારા માટે યોગ્ય છે અને જવાબ આ પ્રમાણે કહેલ છે जह जह समये पुरओ संचरइ भक्खरो गयणे । तह तह इओ वि नियमा जायइ रयणी इ भावत्थो ॥१॥ एवं च सइ नराणं उदयत्थमयणाई होतऽनियमाई । सइ देसकालभेए कस्सइ किंचीय दिस्सए नियमा ॥२॥ सइ चेव निविद्रो रुद्दमुह तो कमेण सव्वेसि । केसिंचीदाणिवि अविसयपमाणो रवी जेसिं ॥३॥ જે સૂર્યપ્રજ્ઞપ્તિની ટીકામાં સૂર્યમંડળ સંસ્થિતિ અધિકારમાં સમચતુરસથી સ્થિતિના વર્ણન પ્રસંગમાં કહેવામાં આવેલ છે કે યુગના પ્રારંભમાં એક સૂર્ય દક્ષિણપૂર્વ દિશામાં એક ચન્દ્ર દક્ષિણ અપરદિશામાં દ્વિતીય સૂર્ય પશ્ચિમ ઉત્તરદિશામાં અને દ્વિતીય ચન્દ્ર પશ્ચિમ પૂર્વ દિશામાં રહે છે. તે આ બધું કથન મુદયની અપેક્ષાએ કહેવામાં આવેલું છે. આમ જાણવું જોઈએ. આ અષ્ટાદશ મુહૂર્ત પ્રમાણુવાળે સર્વોત્કૃષ્ટ દિવસ પૂર્વ સંવત્સરને ચરમ દિવસ છે. આ વાતને પ્રકટ કરવા માટે સૂત્રકાર કહે છે से णिक्खममाणे सूरिए णवं संवच्छरं अयमाणे पढमंसि अहोरत्तंसि अब्भतराणतर મંૐ ૩વસંનિત્તા જા ચહું જે સ્થાને સ્થિત થઈને સૂર્યે સર્વોત્કૃષ્ટ દિવસ બનાવ્યા છે, તે સ્થાન પરથી ઉદિત થયેલે તે સૂર્ય નવીન-પૂર્વ સંવત્સરની અપેક્ષાએ દ્વિતીય સંવત્સર વર્ષને પ્રાપ્ત થઈને પ્રથમ અહોરાત્રમાં અત્યંતર મંડળ પછી દ્વિતીય મંડળ પર આવીને ગતિ કરે છે. રાત્રિ-દિવસ–વૃદ્ધિ-હાસ કથન આમાં ગૌતમસ્વામીએ પ્રભુને આ જાતનો પ્રશ્ન કર્યો છે-“sar મંતે ! જૂ િહે ભદંત ! જે કાળમાં સૂર્ય રમંતરાળંતર મંડર્સ વવસંમિત્તા વાર ઘરફ અત્યંતરમંડળ પછી દ્વિતીયમંડળ પર પહોંચીને ગતિ કરે છે-“તયા છે માત્ર દિવસે, જે માત્ર રાષ્ટ્ર જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા ૨૦.
SR No.006456
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy