SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ મયાલિ કુમારાદિ નૌ કુમારોં કા વર્ણન / (૧) વર્ગ સમાપ્તિ “' ઈત્યાદિ. આ રીતે જાલિકુમારની માફક શેષ માલિ આદિ નવે રાજકુમારી જીવનવૃત્તાન્ત જાણવાં. અહિ વિશેષ એમ સમજવું કે આ દશ કુમારોમાં ૧ જાલિ, ૨ માલિ, ૩ ઉપયાલિ, ૪ પુરુષસેન, ૫ વારિણ, ૬ દીર્ઘદન્ત અને ૭ લwદન્ત, એ સાત ધારીણું રાણના, વેહલ અને વૈડાયસ એ બે ચેલણના પુત્ર છે. અભયકુમાર મહારાણું નન્દાને પુત્ર છે. જાલિકુમારથી વારિષણ સુધી પાંચ રાજકુમારેએ સોળ વર્ષ, દીર્ઘદન્ત, લખદન્ત, અને વેહલ, એ ત્રણે બાર વર્ષ અને વૈહાયસ તથા અભયકુમાર, એ બે પાંચ પાંચ વર્ષ સુધી સંયમ પાલન કર્યું. જાલિકુમાર, માલિકુમાર, ઉપયાલિકુમાર, પુરુષસેન, અને વારિણકુમાર એ પાંચ ક્રમશઃ વિજય, વૈજયન્ત, જયન્ત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધમાં ઉત્પન્ન થયા. દીર્ઘદન્ત સર્વાર્થસિદ્ધમાં ઉત્પન્ન થયા. બાકીના ત્રણ પશ્ચાનુપૂર્વી થી અપરાજિત આદિ વિમાનમાં ઉત્પન્ન થયા, અર્થત અપરાજિતમ લષ્ટદન્ત, જયન્તમાં વેહલ, અને વૈજયન્તમાં વૈહાયસ ઉત્પન્ન થયા. અભયકુમાર વિજય વિમાનમાં ઉત્પન્ન થયા. શેષ વર્ણન પ્રથમ અધ્યયનમાં વર્ણિત જાલિકુમારની માફક જ જાણવું, અભય કુમારને વિશેષ પરિચય આ પ્રમાણે છે. રાજગૃહ નગર, પિતાનું નામ શ્રેણિક તથા માતાનું નામ નન્દાદેવી, અવશેષ વર્ણન જાલિકુમારની માફક છે. શ્રીસુર્માસ્વામીએ કહ્યું:- હે જંબૂ! મુકિતપ્રાત શ્રમણ ભગવૃન્ત મહાવીરે અનુત્તરપપાતિકદશાંગસૂત્રના પ્રથમ વર્ગના આ ઊપર મુજબ અથે પ્રરૂપિત કર્યા છે. અનુત્તરપપાતિકદશાંગ સૂત્રની “અર્થબોધિની” નામક ટીકાના ગુજરાતી અનુવાદને પ્રથમ વર્ગ સમાપ્ત શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર ૧૪
SR No.006437
Book TitleAgam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages62
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_anuttaropapatikdasha
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy