SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ અથવા શેત્રંજ ખેલે છે, ઈચ્છાનુસાર પિતપોતાનાં કામો કરે છે, કામકીડા કરે છે, અન્યને પણ એજ પ્રમાણે કરવાને પ્રેરિત કરે છે, અન્યને જુદા જુદા પ્રકારના ખેલ બતાવીને મોહિત કરે છે તથા પૂર્વોપાર્જિત સુપરિપકવ શુભ કર્મોના ફળસ્વરૂપે સુખને અનુભવ કરે છે. પરંતુ “અથવુળવહિં તિ” તેમનાં તે નિવાસગૃહ હોતાં નથી. તેમનાં નિવાસગૃહો તો પોતપોતાનાં નગરમાં હોય છે એટલે કે તે મનુષ્ય અથવા સ્ત્રીઓ તે ઔપકારિક ગૃહ આદિને પિતાનાં નિવાસથાન માનતા નથી પણ થોડા સમયને માટે વિશ્રામ, આનંદપ્રમે દ આદિના સ્થાન રૂપ ગણે છે. તેમના નિવાસસ્થાને તે બીજી જ જગ્યાએ હોય છે “gવમેવ નો મા ! જમણ અમરકુમારપાળ મારે માવારે વરું દિgશુપરિચ અન્નW પુળ વહિં ” હે ગૌતમ! એજ પ્રમાણે અસુરકુમારરાજ ચમરને ચમચંચા નામને આવાસ પર્વત તેનું કીડા સ્થાન તથા રતિસુખ ભેગવવાનું સ્થાન છે. તે તેનું નિવાસસ્થાન નથી આ કથનને ભાવાર્થ એ છે કે મને વિનેદ કરવાને માટે તથા રમણકીડા કરવાને માટે જ અમર આ આવાસ પર્વત પર જાય છે. “રે તેનQ વાવ પાકારે” હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે અસુરેન્દ્ર અસુકુમારરાજ ચમર અમરચંચા આવાસમાં રહેતું નથી. “રેવં મરે ! રે મર! રિ જ્ઞાણ વિ ” ગૌતમ સ્વામી મહાવીર પ્રભુનાં વચનને પ્રમાણભૂત ગણીને કહે છે કે-હે ભગવન્! આપનું કથન સર્વથા સત્ય છે. આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે બિલકુલ સત્ય જ છે. આ પ્રમાણે કહીને તપ અને સંયમ વડે પિતાના આત્માને ભાવિત કરતા ગૌતમ સ્વામી પિતાને સ્થાને બેસી ગયા. “gi માં મળ્યું મહાવીરે ઝના જવા, રાગો નવા જુnfણાગો કાર વિર” ત્યાર બાદ કોઈ એક દિને શ્રમણ ભગવાન મહાવીરે રાજગૃહ નગરના ગુણશિલક ઉદ્યાનમ થી વિહાર કર્યો. સૂર | | રાજગૃહ નગરમાં મહાવીર પ્રભુ દ્વારા ચમચંચા રાજધાનીની વક્તવ્યતાનું કથન સંપૂર્ણ શ્રી ભગવતી સૂત્ર: ૧૧
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy