________________
જમ્મુમન્દર ગત આઠ પ્રદેશવાલે રૂચક પર્વતના નિરૂપણ
જંગુદીરે તીરે મંa gવચરણ” ઈત્યાદિ–(સૂ. ૨૦) ટીકર્થ–જબૂદ્વીપ નામના દ્વીપમાં આવેલા મન્દર પર્વતના બહુમધ્ય ભાગમાં સ્થિત આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરિતન અને અધસ્તન બે ક્ષુલ્લક (હુસ્વ) પ્રતમાં આઠ પ્રદેશિક રુચક કહ્યા છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે
મન્દર પર્વતના બરાબર મધ્યભાગમાં જે રત્નપ્રભા પૃથ્વી આવેલી છે તે પૃથ્વીનું ઉપરનું અને નીચેનું જે ક્ષુલ્લક પ્રતર છે (આ રીતે જે બે સુલક પ્રતર છે) તેમાં કુલ આઠ ચકાકાર પ્રદેશ છે. ગાયના આંચળને રુચક કહે છે ગાયનાં આંચળના જેવા આકારને ચકાકાર કહે છે. એવાં ચાર ચકાકાર પ્રદેશ ઉપરના પ્રતરમાં છે અને ચાર ચકાકાર પ્રદેશ નીચેના પ્રતરમાં છે. આ રીતે ત્યાં કુલ આઠ રુચકાકાર પ્રદેશે આવેલા છે. ત્યાં ઉપરના તથા નીચેના ભુલક પ્રત સિવાયના જે પ્રતરે છે તેઓ વહેં માન (દીર્ઘ) પ્રત છે. ઉપર અને નીચેના પ્રતરે તેમના કરતાં ક્ષુલ્લક (હસ્ત્ર) છે આ રીતે સૌથી ક્ષુલ્લક બે પ્રતિરો જ છે તેમાંનું એક ઉપર છે. અને બીજુ નીચે છે. તે. બે ક્ષુલ્લક પ્રતરમાં જ આઠ રુચકાકાર પ્રદેશ છે, તે ચકાકાર આઠ પ્રદેશને અહીં અષ્ટપ્રદેશિકા રુચક કહેવામાં આવ્યા છે. આ ચકને આધારે જ ૧૦ દિશાઓ બને છે. તે દસ દિશાઓનાં નામ નીચે પ્રમાણે કહ્યા છે-(૧) પૂર્વ, (૨) પૂર્વદક્ષિણ, (અગ્નિકેશુ) (૩) દક્ષિણ, (૪) દક્ષિણ પશ્ચિમ (નૈઋત્ય), (૫) (પ) પશ્ચિમ, (૬) પશ્ચિમોત્તર (વાયવ્ય), (૭) ઉત્તર, (૮) ઉત્તરપૂર્વ (ઈશાન) (૯) ઉર્વ અને (૧૦) અધઃ આ દસ દિશાઓનાં નીચે પ્રમાણે દસ નામ પણ કહ્યાં છે-(૧) ઐી, (૨) આગ્નેયી, (૩) યામી (૪) નિતી (૫) વારુણી, (૬) વાયવ્ય, (૭) સૌમ્ય, (૮) એશાની, (૯) વિમલા અને (૧૦) તમા.
ઉર્ધ્વ દિશા અંધકાર રહિત હોવાને કારણે નિર્મળ હોવાથી તેનું નામ વિમલા છે. અદિશા અંધકાર યુક્ત હોવાથી રાત્રિ સમાન છે તે કારણે તેને “તમા” કહી છે. સૂત્ર ૨૦ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૫૮