________________
તેમાંથી કઈ પ્રાણિને ઘાત-વધ થઈ જાય છે, આ રીતે બીજાને માથે છેડલ બાણ અન્યને મારે છે તે તેને અકસ્માત્ દંડ કહેવામાં આવે છે. કહેવાનું તાતપર્ય એ છે કે-હત્યારાએ કઈ પ્રાણિને ઉદ્દેશીને બાણ છેડયું પરંતુ લય વિંધાયું નહીં, પણ બીજુ જ કોઈ પ્રાણી વીંધાઈ ગયું. આ રીતે અજા કૃપાછું ન્યાય અથવા કાકતાલિન્યાય ચરિતાર્થ થાય છે, તેને અકસ્માત્ દંડ કહેવાય છે. બીજાને વધ થવા છતાં પણ જેના બાણથી પ્રાણી મરાયું છે, તે હિંસક તે ગણાય છે.
વિશેષમાં કહે છે કે – જેમ કેઈ ખેડુત ડાંગર વ્રીહિ, કેદરા, કાંગ, વિગેરે ધાન્યનું નિદાણુ નીદવાનું કાર્ય કરી રહ્યો હોય, અર્થાત ધાન્યની સાથે ઉગેલા ઘાસને ઉખાડી રહ્યો હોય, તેણે કોઈ ઘાસને ઉખાડવા માટે શસ્ત્ર (બરપડી) ચલાવી હોય અને વિચાર્યું હોય કે હું શ્યામ, તૃણ, કુમુદક, વિગેરે કોઈ એક ઘાસને ઉખાડું, પરંતુ ઘાસને બદલે શાલી, વ્રીહી, કોદરા, કાંગ વિગેરે ધાન્યમાં જ ખરપડી લાગી જાય, અને તે ધાન્યનો છોડ ઉખડી જાય, આ રીતે તે ઘાસને બદલે ધાન્યને ઉખાડી લે છે, તે આ અકસ્માત્ દંડ કહેવાય છે.
તાત્પર્ય એ છે કે—કોઈ ખેડુત પોતાના ખેતરમાં શાલી-ડાંગર વિગેરે અનાજને વધારવા માટે વધારે પડતા અનિચ્છનીય, ઘાસ-ને ઉખેડવા ઈરછે છે, અને તેને ઉખેડવા માટે શસ્ત્ર ચલાવે છે, પરંતુ દકિટ દેશે અથવા અસાવધાનપણને કારણે તે શા ઘાસમાં ન લાગતાં ધાન્યના છોડમાં લાગી જય, અને અનાજને છેડ ઉખડી જાય, આ રીતે જેને ઉખાડવાનો વિચાર કર્યો હતો, તે ન ઉખડતાં અનાજને છેડ ઉખડી જાય છે, તેને અકસ્માત દંડ કહેવાય છે. આ રીતે અકસ્માત દંડનું સેવન કરવાવાળાને તેના નિમિત્તે પાપકર્મનો બંધ થાય છે. આ ચોથો દંડ સમાદાન અર્થાત ક્રિયા સ્થાન છે. જેને અકસ્માત દંડ સમાદાન કહેવામાં આવે છે. પ
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
પ૪