________________
વૈભવથી ભરેલા ઘરને ત્યાગ કરીને અનગારવૃત્તિને સ્વીકાર કરવાને સમર્થ નથી. અમે ચૌદસ આઠમ, અમાસ, અને પુનમને દિવસે પ્રતિપૂર્ણ પૌષધ નામના શ્રાવકના અગીયારમા વ્રતનું પાલન કરતા થકા વિચારીશું. અમે રશૂલ પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરીશું. સ્થૂલ મૃષાવાદ, સ્થૂલ અદત્તાદાન, સ્થૂલમૈથુન, અને સ્થૂલ પરિગ્રહનું પ્રત્યાખ્યાન કરીશું અમે ઈચછાનું પરિમાણ કરીશું. બે કરણ અને ત્રણ વેગથી પ્રત્યાખ્યાન કરીશું. અમારા માટે કંઈ પણ ન કરે. અને કંઈપણ ન કરાવે એવું પ્રત્યાખ્યાન પણ કરીશું.
શ્રમણોપાસક સુશ્રાવક ખાધા વિના, પાણી પીધા વિના, નાહ્યા વિના, આસનની નીચે ઉતરીને સમ્યક્ પ્રકારથી પૌષધનું પાલન કરીને જે મૃત્યુને પ્રાપ્ત થાય, તે તેના સંબંધમાં શું કહેવાનું હોય? તેના વિષયમાં એમજ કહેવું જોઈએ કે તેઓએ સમ્યક્ પ્રકારથી સમાધિપૂર્વક કાળ કરેલ છે, તેઓએ દેવલોક પ્રાપ્ત કર્યો છે. તેઓ પ્રાણેને ધારણ કરવાના કારણે પ્રાણી પણ કહેવાય છે. ત્રણ નામકર્મને ઉદય હોવાથી, તેઓ ત્રસ પણ કહેવાય છે. એક લાખ જન જેટલા વિશાળ શરીરની વિકિયા કરી શકવાથી તેઓ મહાકાય પણ કહેવાય છે. અને બાવીસ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ હોવાથી ચિરસ્થિતિક પણ કહેવાય છે.
એવા ઘણા પ્રાણિ છે કે જેના વિષયમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન કહેવાય છે. જેઓના સંબંધમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન થતું નથી તેવા પ્રાણિ થોડા છે. આ રીતે મહાન ત્રસકાયની હિંસાથી નિવત્ત છે. આવી સ્થિતિમાં આપ શ્રમણોપાસકના પ્રત્યાખ્યાનને નિર્વિષય કહે છે, આપનું આ કથન ન્યાયયુક્ત નથી.
ભગવાન શ્રી ગૌતમસ્વામીએ ફરીથી કહ્યું કે-કોઈ કોઈ શ્રમણોપાસકો આ પ્રમાણે કહે છે.–અમે મુંડિત થઈને ઘરને ત્યાગ કરીને સાધુ થવાને સમર્થ નથી. અમે ચૌદશ, આઠમ, અમાસ, અને પુનમની તિથિમાં પ્રતિપૂર્ણ પૌષધનું પાલન કરવામાં પણ સમર્થ નથી. અમે તે અંત સમયે મરણને અવસર પ્રાપ્ત થાય ત્યારે સંખનાનું સેવન કરીને આહાર પાણીનો ત્યાગ કરીને જીવવાની ઈચ્છા ન કરતા થકા મૃત્યુથી ભય ન પામતાં વિચરીશું. આ
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૨૩૦