________________
શ્રી ગૌતમસ્વામી આજ વાત સમજાવવા માટે બીજું ઉદાહરણ આપે છેહે આયુષ્ય નિર્ગળે! કઈ ગાથા પતિ અથવા ગાથા પતિને પુત્ર તેવા પ્રકા૨ના ઉત્તમ કુળમાં જન્મ લઈને શું ધર્મ શ્રવણ કરવા માટે સાધુઓની સમીપે આવી શકે છે? નિષેએ કહ્યું–હા આવી શકે છે. ગૌતમસ્વામીએ કહ્યું–તે ગાથા પતિ વિગેરેને શું ઉપદેશ કર જોઈએ. નિર્ચાએ કહ્યું–હા સાધુઓએ ધર્મોપદેશ કર જોઈએ.
ગૌતમસ્વામીએ કહ્યું-શું ધર્મના ઉપદેશને સાંભળીને અને સમજીને તેઓ એવું કહી શકે છે કે આ નિન્ય પ્રવચન જ સત્ય છે. અનુત્તરસર્વોત્તમ છે. પરિપૂર્ણ છે. સંશુદ્ધ છે, ન્યાયયુક્ત છે. શલ્ય અર્થાત્ માયા વિગેરે પાપને નાશ કરવાવાળું છે. અવિચલ સુખરૂપ સિદ્ધિને માર્ગ છે, સમસ્ત કર્મથી આત્માને જૂદ કરવાને માર્ગ છે નિર્વાણ અર્થાત્ સમસ્ત કર્મોનો ક્ષયથી ઉત્પન્ન થવાવાળા પરમસુખને માર્ગ છે. તથ્ય-સત્ય છે. સંશય વગરને છે. સમસ્ત દુઃખના વિનાશ કરવાનો માર્ગ છે. આ ધર્મમાં રહેલ છવ સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણ પ્રાપ્ત કરે છે, અને બધાજ અર્થાત્ શારીરિક-શરીર સંબંધી અને માનસિક દુઃખોને અંત કરે છે. તેથી તીર્થકર દ્વારા ઉપદેશ કરવામાં આવેલ આ ધર્મની આજ્ઞા પ્રમાણે જ અમે યતનાપૂર્વક ગમન કરીશું. તેનાથી વિહાર કરીશું યતનાથી ઉભા રહીશું-હાથ, પગ વિગેરેને તરછેડયા વિના સમાધિવાળા થઈશું. યતનાથી બેસીશું, યતનાથી પડખા બદલીશું. યેતનાથી આહાર પ્રાપ્ત કરીશું, ચેતનાથી બોલીશું અને તેનાથી ઉઠીશું.
આ ધર્મમાં કહેવામાં આવેલ વિધિ પ્રમાણે જ ઉઠીને દ્વીન્દ્રિય વિગેરે પ્રાણિ, ભૂત-વનસ્પતિ, જી-પંચેન્દ્રિયે, તથા સ-પૃથ્વીકાય વિગેરેની રક્ષા કરવા માટે સંયમનું પાલન કરીશું? આ પ્રમાણે તે ગાથાપતિ વિગેરે આમ કહી શકશે?
નિર્ગસ્થ કહે-હા તેઓ તેમ કહી શકે છે. ગૌતમસ્વામીએ કહ્યું-શું તેઓ આ વિચાર રાખવવાળા પુરૂષો
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૨૨૬