SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવ્રત સંયમ અને તપ વિગેરેનું પાલન અને આરાધના કરવાની આવશ્યકતા શી છે? અર્થા-એક સમ્યગ્દર્શનથી જ જીવને મુક્તિને લાભ થઈ જાય તો પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદ-વિશિષ્ટ એકેન્દ્રિય-પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય, વાયુકાય, અને વનસ્પતિકાય-ના જની, અને બેઈન્દ્રિયાદિક અનેક પ્રકારના ત્રસ જીની કૃત કારિત અનુમોદના અને મનવચન કાયાથી વિરાધનાને ત્યાગ કરે, અને તેનું રક્ષણ કરવું જે અહિંસા મહાવ્રત છે તેનું પાલન ૧, તથા અનેક પ્રકારના મૃષાવાદર, અનેક પ્રકારના અદત્તાદાન–ચોરી ૩, મિથુન ૪, અને પરિગ્રહ ૫ ના ત્યાગરૂપ પાંચ મહાવ્રતોનું આરાધન, અને કઠિનતર પરિષહોનું સહનપૂર્વક સતર પ્રકારે સંયમનું સેવન કરવું, તથા ધન્યમુનિની પેઠે અનશનાદિક બાર પ્રકારના તપના આચરણથી ઉત્પન્ન શરીરાદિક શેષણથી ઘરતર કષ્ટનું સહન કરવું, એ બધા બિલકુલ જ વ્યર્થ છે? તથા સામાયિકદિદ્વાદશાંગરૂપ શ્રુતજ્ઞાન, કે જે મહાવિસ્તારસંપન્ન અને દુરધિગમ છે, તેનું શ્રવણ મનન આદિ કરવું પણ નિસાર જ છે ? સમાધાન–શંકાકારની શંકા ઠીક નથી; કારણ કે સમ્યગ્દર્શન મોક્ષનું સ્વતકારણ માનવામાં આવ્યું નથી. જ્યાં સુધી જીવને સમ્યકત્વની પ્રાપ્તિ નથી થતી ત્યાં સુધી તેનું જ્ઞાન અને ચારિત્ર મિસ્યારૂપમાં રહે છે. જ્ઞાન અને ચારિ. ત્રમાં સભ્યપણું આ સમ્યકત્વદ્વારા આવે છે, એથી સમ્યજ્ઞાન અને સમ્યકુચારિત્રની ઉત્પત્તિ દ્વારા જ સમ્યકત્વ મોક્ષને હેતુ થાય છે. આ અભિપાયને લઈને જ સમ્યકત્વને મોક્ષનું કારણ કહેવામાં આવ્યું છે. જ્યાં સુધી સમ્યકત્વ પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ ચારિત્રને ઉત્પન્ન નથી કરતું ત્યાં સુધી તે મોક્ષનું કારણ નથી થતું. મુક્તિ સમ્યક ચારિત્રથી જ પ્રાપ્ત થાય છે, આ કારણથી સમ્યક ચારિત્ર જ મુક્તિનું સાક્ષાત્ કારણ છે. આ ચારિત્ર સમ્યકત્વનું કાર્ય અને તેનું અભિવ્યંજક (પ્રગટ કરવાવાળું) થાય છે. સમ્યજ્ઞાન પણ સમ્યક્ર-ચારિત્રને ઉત્પન્ન કરતાં મોક્ષનું કારણ માનવામાં આવે છે. જ્ઞાનની સત્તા ભલે જ આત્મામાં છે, પરંતુ જ્યાં સુધી તે આત્મામાં ચારિત્રપરિણામને ઉત્પન્ન નથી કરતું ત્યાં સુધી મેલનું ઉત્પાદક નથી થતું. આ અભિપ્રાયને લઈને ભગવાને આ પ્રથમ અધ્યયનમાં “સે હું મુળ પUિTયક્રમ” અર્થા–જે છ કાયના આરંભને જ્ઞપરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાનપરિણાથી ત્યાગે છે તે જ મુનિ ચારિત્રવાન માનવામાં આવે છે. આ કથન દ્વારા પણ સમ્યક્રચારિત્રને જ એક્ષપ્રાપ્તિનું કારણ પ્રગટ કર્યું છે. ઉત્તરાધ્યયન અધ્યયન ૨૮માં પણ એની પુષ્ટિ કરી છે. જેમ " नादसणिस्स नाणं, नाणेण विणा न हुति चरणगुणा। अगुणिस्स नस्थि मोक्खो, नत्थि अमोक्खस्स निव्वाणं" ||१|| उत्त०अ०२८॥ અર્થાતુ–સમ્યગ્દર્શનરહિત આત્મામાં સમ્યજ્ઞાન નથી થતું. સમ્યજ્ઞાનથી રહિત આત્માને ચારિત્ર ગુણની પ્રાપ્તિ થતી નથી. ચારિત્રગુણની પ્રાપ્તિ કર્યા વિના મેલ થતું નથી, અને અમુકતનું (કર્મથી મુક્ત નહિ તેનું) નિર્વાણ થતું નથી. ૧ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨ ૭૫
SR No.006402
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy