SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ છે (૭). શાસ્ત્રવિહિત વિધિના અનુસાર સંયમનું જે અનુષ્ઠાન કરવું તે ક્રિયા છે, તેમાં જે જીવની રૂચિ થાય તે ક્રિયારૂચિ નામનું સમ્યક્ત્વ છે (૮). સંક્ષેપ નામ સંગ્રહનું છે. એમાં જેની રૂચિ હોય તે સંક્ષેપરૂચિ છે. અર્થાત-જે જીવને વિસ્તૃતરૂપથી પદાર્થ પરિજ્ઞાન નથી તેને સંક્ષેપમાં રૂચિ થયા કરે છે, એ અપેક્ષાથી એ સમ્યકત્વનું નામ સંક્ષેપરૂચિ છે. આ સમ્યક્ત્વવાળા જીવ જીવાદિક પદાર્થોમાં વિસ્તારરૂપથી રૂચિસંપન્ન નથી થતા; પણ સક્ષેપરૂપથી જ તેને સમઅને એમાં દઢ આસ્થાવાળા બની રહે છે (૯). ધર્માસ્તિકાયાદિક જે અમૂર્તિક પદાર્થ છે એમાં, અથવા શ્રુત એમજ ધર્માદિકમાં જીવની જેના દ્વારા રૂચિ થાય છે તે ધર્મરૂચિ છે (૧૦). યદ્યપિ સમ્યક્ત્વ આત્માને નિજગુણ છે; પરંતુ આ દશ પ્રકારના સમ્યક્ત્વ કથનમાં તેનું જીવથી ભિન્નરૂપમાં જે કથન કર્યું છે તે એ વાતની પુષ્ટિ કરે છે કે ગુણ અને ગુણીમાં કથંચિત્ ભિન્નતા અને કથંચિત અભિન્નતા છે. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાથી ગુણ અને ગુણી અભિન્ન છે, પર્યાયાર્થિક નયની વિવક્ષાથી એ બને લક્ષણ સંખ્યા આદિની અપેક્ષાથી ભિન્નભિન્ન છે. આ દશ પ્રકારના સમ્યક્ત્વનું વર્ણન થયું ૧૦ સમ્યકજ્વકી સ્થિતિ | (૧) સમ્યક્ત્વની સ્થિતિ સાસ્વાદન સમ્યક્ત્વની સ્થિતિ જઘન્ય એક સમય માત્ર અને ઉત્કૃષ્ટ છે આવલિકા પ્રમાણ છે. ઔપથમિક અને વેલક સમ્યક્ત્વની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુદ્રની છે. ક્ષાપથમિક-સમ્યક્ત્વની જઘન્ય એકસમયમાત્ર, ઉત્કૃષ્ટ કાંઈ અધિક ૬૬ છાસઠ સાગર પ્રમાણ છે, અને ક્ષાયિક–સમ્યક્ત્વની સ્થિતિ સાદિ અનંત છે. સમ્યકત્ત્વકે પ્રાદુર્ભાવકી વ્યવસ્થા (૨) સમ્યક્ત્વની ઉત્પત્તિની વ્યવસ્થા એક ભવની અપેક્ષાએ પથમિક સમ્યક્ત્વ અને સાસ્વાદન સમ્યક્ત્વ જઘન્યથી એક વાર જ ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટથી પાંચ વાર. વેદક સભ્ય કુત્વ ઉત્કૃષ્ટથી અને જઘન્યથી એક જ વાર ઉત્પન્ન થાય છે. ક્ષાપશમિક સમ્યકત્વ જઘન્યથી એક વાર અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતવાર ઉત્પન્ન થાય છે. ક્ષાયિક સમ્યકત્વ ઉત્પન્ન થયા પછી ફરી નિવૃત્ત થતું નથી. તે તે ઉત્પન્ન થયા પછી અવિચ્છિન્નરૂપથી સર્વદા રહે છે. શ્રી આચારાંગ સૂત્ર : ૨ २१४
SR No.006402
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy